જી-20ની અધ્યક્ષતા મળવી એ ઐતિહાસિક ઉપલબ્ધિ છેઃ જયશંકર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-03 17:57:22
  • Views : 385
  • Modified Date : 2023-01-03 17:57:22

ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે, જી-૨૦ની અધ્યક્ષતા મળવી એ “ઐતિહાસિક ઉપલબ્ધિ” છે. તેમણે કહ્યું કે, જયારે વૈશ્વિક સપ્લાય ચેઈન પર ભારે દબાણ છે અને દુનિયામાં રાજકીય ધ્રુવીકરણ વધી રહ્યું છે એવા સમયે ભારતે શક્તિશાળી સમૂહની બેઠકોનું યજમાનપદ સંભાળ્યું છે. હવે પછીનું જી-૨૦ શિખર સંમેલન ૯ અને ૧૦ સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં આયોજિત થશે. એસ. જયશંકરે ઓસ્ટ્રિયાની રાજધાનીમાં પ્રવાસી ભારતીયોને સંબોધિત કરતા આ ટીપ્પણી કરતા કહ્યું કે, ભારત પોતાની અધ્યક્ષતા દરમિયાન આંતરરાષ્ટ્રીય સમુદાયના હિતને મહત્વ આપશે. ઉલ્લેખનીય છે કે ભારતે પહેલી ડિસેમ્બરથી જી-૨૦ની અધ્યક્ષતા ઔપચારિક રીતે સંભાળી લીધી છે. તેમણે કહ્યું કે, મને ક્યારેક ક્યારેક પૂછવામાં આવે છે કે આ મોટી વાત કેવી રીતે છે? આ ખૂબ મોટી વાત છે, કારણ કે આપણી પાસે આટલા શક્તિશાળી રાષ્ટ્ર ક્યારેય નહોતા.

છેલ્લાં ૨૭ વર્ષમાં ભારતના વિદેશ મંત્રીની ઓસ્ટ્રિયાની આ પહેલી યાત્રા છે. બંને દેશો વચ્ચે રાજકીય સંબંધોને ૭૫ વર્ષ પૂરા થયાના અવસરે આ યાત્રા થઈ રહી છે. જયશંકર બે દેશોની પોતાની યાત્રાના બીજા ચરણમાં સાઇપ્રસથી અહીં પહોચ્યાં છે. તેમણે કહ્યું કે, ભારત સમાજો અને દેશોનો અવાજ બનીને ઉભરી આવશે એ નક્કી છે.

વિદેશ મંત્રીએ કહ્યું કે, અમે આ તકનો ઉપયોગ ભારત અને એ પરિવર્તનોને પ્રતિબિંબિત કરવા માટે કરીશું, જે હું લોકોને બતાવવા માંગું છું. જી-૨૦ ની અધ્યક્ષતા આ વખતે એવી નથી જેવી સામાન્ય રીતે હોય છે. આ એવી નથી જેને રાજધાની કે બે-ત્રણ મહાનગરોમાં પૂરી કરી નાંખવામાં આવે. અમે આને ૫૫ દેશોમાં સુધી લઈ જઈશું.

Download Our B K News Today App



Related News