સંતરામપુર સામૂહિક દુષ્કર્મ કેસમાં મહિલા આયોગના ચેરમેને તપાસના આદેશ આપ્યા, મહીસાગર પોલીસ વડા પાસે રિપોર્ટ માંગ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-04 11:56:50
  • Views : 336
  • Modified Date : 2020-10-04 11:56:50

   મહીસાગર જિલ્લાના સંતરામપુર ટાઉન વિસ્તારમાં એક ગરીબ મહિલા વિધર્મી યુવકો દ્વારા દુષ્કર્મ ગુજારવાની ઘટના સામે આવી હતી. આ મામલે ગુજરાત રાજ્ય મહિલા આયોગના ચેરમેન લીલાબેન અંકોલિયા ગંભીર નોંધ લઇને તપાસના આદેશ આપ્યા છે અને ગેંગ રેપ મામલે મહીસાગર પોલીસ વડા પાસે રિપોર્ટ માંગ્યો છે. વિધર્મી યુવાનો દ્વારા ગેંગ રેપ કરીને મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. જેથી મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બન્ને આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીઓએ મહિલાને પોતાના ઘરે બોલાવીને ડરાવી ધમકાવીને સામૂહિક દુષ્કર્મ આચર્યુ
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકા વિસ્તારની ગરીબ મહિલા પર સંતરામપુર ટાઉન વિસ્તારના વિધર્મી યુવાનો દ્વારા બ્લેક મેલ કરીને ધમકીઓ આપી છેલ્લા 15 દિવસથી હેરાન પરેશાન કરીને મહિલા પર વારંવાર ગેંગ રેપ કરવામાં આવતો હતો. આરોપીઓએ મહિલાને પોતાના ઘરે બોલાવીને ડરાવી ધમકાવીને વારાફરથી ગેંગરેપ આચરીને પીડિત મહિલાના બાળકોને મારી નાખવા સહિતની ધમકી આપતા હતા, પરંતુ, પીડિત મહિલાએ સાહસ કરીને સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી સંતરામપુર પોલીસે ગણતરીના કલાકોમાં બન્ને આરોપીની ધરપકડ કરી લીધી હતી.

મહિલા આયોગે તપાસના આદેશ આપ્યા
પૂછપરછમાં બંન્ને આરોપીઓએ દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવ્યું હતું. બંને આરોપી પીડિતાને ખોટી રીતે બ્લેકમેઇલ કરીને ફોન કરીને વારંવાર બોલાવીને તેની મરજી વિરૂદ્ધ વારાફરતી દુષ્કર્મ આચરતા હતા. મહિલાએ સહન ન થતા સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો. સંતરામપુર પોલીસે ગણતરીના સમયમાં જ બંને આરોપીને ગણતરીના સમયમાં ઝડપી લઈને ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હવે આ મામલે ગુજરાત રાજ્ય મહિલા આયોગે ગંભીર નોંધ લીધી છે અને આયોગના ચેરમેન લીલાબેન અંકોલિયાએ તપાસના આદેશ આપ્યા છે અને ગેંગ રેપ મામલે મહીસાગર પોલીસ વડા પાસે રિપોર્ટ માંગ્યો છે.

Download Our B K News Today App



Related News