કુશ્કલ પાટીયા નજીક ઇકો ગાડી ડમ્પર પાછળ ઘુસી જતાં ઇકો ચાલકનુ ઘટના સ્થળે જ કરુણમોત નિપજ્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-19 18:24:36
  • Views : 1112
  • Modified Date : 2020-06-19 18:24:36

બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે આજે બપોરના ૧૨ વાગ્યાના સુમારે ડમ્પર નંબર Gj2 vv 7495નો ચાલક પોતાનુ ડમ્પર લઈ બાદરપુરા ખાતે આવેલી ડ્યુક કંપનીમાં પીવીસી પાવડર ખાલી કરી પાલનપુર જવા માટે સર્વીસરોડથી મેઈન હાઈવે ઉપર જવા જતાં પાછળથી આવતી GJ06 JE 6114 નંબરની એક ઈકો ગાડી પુરઝડપે આવી ડમ્પરના પાછળ ના ભાગે ટક્કર મારતાં ઈકો ચાલકને ગંભીર ઈજાઓ થતાં તેનુ ઘટના સ્થળે જ મોત થયુ હતુ અને ઈકો ગાડીમાં બેસેલા બીજા ચાર વ્યકિતઓને ઈજાઓ થતાં તેમને સારવાર અર્થે પાલનપુર સીવીલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.અકસ્માતની જાણ થતાં ગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી અને ધાયલ થયેલા વ્યકિતઓમાં એક વ્યકિતને ગંભીર ઈજાઓ થયેલ હોઈ સારવાર દરમિયાન તેનુ પણ કરુણ મોત નિપજ્યુ હતુ જ્યારે ૩ લોકોની સારવાર પાલનપુર સીવીલ ખાતે ચાલુ છે જે અંગેની ફરીયાદ ડમ્પર ચાલકે ગઢ પોલીસ મથકે નોંધાવતાં ગઢ પોલીસે ઈકો ગાડી ચાલક વિરુધ્ધ ગુનો નોંધી મૃતકોના મૃતદેહનુ પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી આગળની તપાસ એ.એસ.આઈ રાજેન્દ્રસિંહ ચલાવી રહ્યા છે. 

Download Our B K News Today App



Related News