ધાનેરાની સ્કૂલમાં એડમીશન વખતે ડોક્યુમેન્ટ ચેક ના કરતાં છબરડો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-12 12:34:33
  • Views : 506
  • Modified Date : 2019-09-12 12:34:33

ધાનેરાની સૌથી જુની સ્કૂલ ગણાતી ડી.બી.પારેખ હાઇસ્કૂલમાં ધો-૧૦ ની વિદ્યાર્થીની નાપાસ હોવા છતાં તેને ધો-૧૧ માં એડમીશન
આપી દેવામાં આવ્યું હતું. અને તેની માર્કશીટ ચેક ના થતાં તે વિદ્યાર્થીનીએ ત્રણેક મહિના
ધો-૧૧માં અભ્યાસ પણ કરેલ અને જ્યારે તેણીએ શિષ્યવૃતિ લેવાની થઇ ત્યારે ફરી ચેકિંગમાં આ મામલો બહાર આવતા આ વિદ્યાર્થીનીનું એડમિશન રદ કરવામાં આવ્યુ હતું.
ધાનેરા તાલુકામાં માધ્યમિક શિક્ષણ આપવામાં જેણે પહેલ કરી હોય તેવી એક જ હાઇસ્કૂલ હતી અને તે છે ડી.બી.પારેખ હાઇસ્કૂલ અને જે ધાનેરાના જૈનો દ્વારા ચલાવવામાં આવે છે. પરંતુ આ સ્કૂલમાં વહીવટી વિભાગની ભુલના કારણે મામલો બહાર આવ્યો છે. થરાદ તાલુકાના ડુવા ગામની પાયલ રૂપાભાઇ મનવર (હિન્દુ ચમાર) નામની વિદ્યાર્થીની ધોરણ ૧૦ માં નાપાસ થઇ હતી. પરંતુ તેના વાલીએ ધાનેરાની ડી.બી.પારેખ હાઇસ્કૂલમાં ધો.૧૧ માં એડમીશન માટે ફોર્મ લાવીને એડમીશન માટે અરજી આપેલ. જેથી ધાનેરાની ડી.બી. પારેખ હાઇસ્કૂલમા ધો-૧૧ માં ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓના એડમીશન થતાં આ પાયલ નપાસ હોવા છતાં વહીવટી વિભાગની
બેદરકારીના કારણે આ વિદ્યાર્થીનીને એડમીશન મળી ગયેલ અને તે વિદ્યાર્થીનીએ
પણ ત્રણેક મહિના ધો-૧૧ માં અભ્યાસ કરેલ. પરંતુ જ્યારે શિષ્યવૃતિના ફોર્મ ભરવાના આવ્યા ત્યારે શાળાના આચાર્યના ધ્યાને આ મામલો આવતા તાત્કાલિક આ વિદ્યાર્થીનીનું એડમિશન રદ કર્યુ હતું. અને તેણીને શાળામાં આવવા માટે મનાઇ ફરમાવી હતી. જેથી વિદ્યાર્થીનીના વાલી તેમજ સગાઓએ આ બાબતે મામલો ચગાવતા લોકોમાં આ બાબત ટોક ઓફ ધ ટાઉન બનાવા
પામી છે.

Download Our B K News Today App



Related News