ધોમધખતા તાપમાં પોલીસને સેકટર-૨ સ્વામિનારાયણ મંદિર દ્વારા ચા અને નાસ્તાની સેવા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-13 12:05:39
  • Views : 487
  • Modified Date : 2020-05-13 12:05:39

ગાંધીનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા કરવામાં આવેલા લોકડાઉનમાં ભરઉનાળે કડક અમલવારી માટે રાઉન્ડ ધ કલોક પોલીસ જવાનો કાર્યરત છે. આ પોલીસ જવાનોને સર્કલે સર્કલે જઇ
બપોર પછીની મસ્ત મજાની ચાની ચુસ્કી ભરાવવાનું અને ગરમાગરમ નાસ્તો આપવાની ઉમદા સેવા સેકટર-૨ સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવી રહી છે.
તાજેતરમાં મંદિર દ્વારા સતત કાર્યરત પોલીસકર્મીઓને મસ્ત મજાની તાજી શાકભાજીની કીટનું પણ વિતરણ પ્રભુના પ્રસાદ તરીકે કરવામાં આવ્યું હતું. 
ઉનાળાની લૂ ભરેલા
પવનમાં પણ ગાંધીનગર શહેરના સર્કલ પર પોલીસ જવાનો પોતાની ફરજ પૂરેપુરી નિષ્ઠાથી બજાવી રહ્યા છે. આવા જવાનોને સેકટર-૨ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી અને પી.પી.સ્વામીના માર્ગદર્શન હેઠળ તેમના હરિભક્તો એક ટીમ થઇ
સેવાકીય કાર્યને આગળ ધપાવી રહ્યા છે.  ભીખાભાઇ પટેલ અને સુખદેવભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, નિયમિત રીતે બપોરના સમયએ મંદિરથી બે કાર ઉપાડવામાં આવે છે. આ બન્ને કાર ગાંધીનગરના વિવિધ સર્કલો પર અને સચિવાલય આસપાસ ફરજ બજાવતા એસ.આર.પી. અને પોલીસ જવાનોને જાણે સલામ ભરતા હોય તેમ એક મસ્ત મજાની ચાની ચુસ્કી અને તેમની કાર્ય ક્ષમતામાં એનર્જી આપે તેવો મસ્ત મજાનો પુલાવ, ખીચડી કે અન્ય નાસ્તો  આપવામાં આવે છે. જવાનો પણ આ નાસ્તાનો સ્વીકાર પ્રભુના પ્રસાદ આવ્યો હોય તેમ સ્વીકારી લે છે.
સેકટર-૨ સ્વામિ નારાયણ મંદિર દ્વારા નિયમિત રીતે ૫૦૦ જેટલા પોલીસ જવાનો આ
ઉપરાંત છાપરાઓમાં અને રસ્તા પર રહેતા ગરીબ પરિવારોને
પણ ફૂડ પેકેટ આપવામાં આવે છે. ગરીબ પરિવારમાં ૭૦૦ જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે.

Download Our B K News Today App



Related News