કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત અભિયાનનું સૂરસૂરિયું : બનાસકાંઠામાં વધુ એક શૌચાલય કૌભાંડ બહાર આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-03 11:02:54
  • Views : 371
  • Modified Date : 2022-06-03 11:02:54


ડીસાના ગેનાજી ગોળીયા ગ્રામ પંચાયતે અને સખી મંડળે માત્ર કાગળ પર સોચાલય બનાવીને  કરોડોનો હિસાબ પણ વાસ્તવમાં અનેકો અધૂરા પૈસા ચૂકવ્યા જયારે અમુક માત્ર કાગળ પર સ્થળ પર કશું નહીં...


બનાસકાંઠા જિલ્લામાં શૌચાલય કૌભાંડ ખરેખર શરમજનક છે. કૌભાંડમાં કાગળ પર બનેલા શૌચાલય ખરેખર અસ્તિત્વમાં નથી. ત્યારે આખરે જનતાએ જાગૃત બનીને અંગે જિલ્લા વિકાસ અધિકારી લેખિતમાં ફરિયાદ કરતાં જિલ્લા વિકાસ અધિકારી ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગામમાં બનેલા સોચાલય તપાસ ના આદેશ આપ્યા છે...


કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઘેર ઘરે સોચાલય અને વ્યક્તિગત શૌચાલય બનાવવામાં ગુજરાત દેશમાં મોખરે હોવાની ગુલબાંગો પોકળ પૂરવાર થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગામમાં શૌચાલય બનાવવાની કામગીરીમાં મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ ઉઠતાં તંત્ર સફાળું જાગ્યું છે અને ગેનાજી ગામમાં બનેલા સોચાલયના  તપાસના આદેશ અપાયા હતા. એટલું નહીં તપાસમાં ગેરરીતિ જણાતા જવાબદાર કર્મચારી-અધિકારીઓ સામે આકરાં પગલાં ભરવાની પણ જિલ્લા વિકાસ અધિકારીએ સૂચના આપવાની ફરજ પડી છે. આદેશને પગલે ગેનાજી ગોળીયા ગ્રામ પંચાયતના તલાટી સરપંચ અને સખી મંડળ ના કર્મચારીઓ-અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. જેના પગલે આજે ગેનાજી ગોળીયા ગ્રામ પંચાયતમાં 3 જુનના રોજ જિલ્લા વિકાસ અધિકારી વિઝીટ કરવાની હોઈ જેના પગલે તમામ કૌભાંડ છુપાપવા સરપંચ તલાટી અને સખી મંડળના સંચાલક સોચાલય બનાવાની કામગીરી શરૂ કરી હોવાના સ્થાનિક લોકોએ ગંભીર આક્ષેપો કર્યા હતા

 

કેન્દ્ર સરકારે જાહેરમાં શૌચાલયની પ્રવૃત્તિ અટકાવવા માટે દરેક રાજ્યોને સો ટકા ગ્રાંટ આપવાની જાહેરાત કરી હતી, જે અંતર્ગત ગુજરાત સરકારને પણ કરોડો રૂપિયાની ગ્રાંટ ફાળવવામાં આવી હતી પરંતુ સરકારની યોજનાઓમાં મોટા ભાગે થતું હોય તેમ પણ યોજનાના કરોડો રૂપિયા આવ્યા હતા પરંતુ હજારો ગામડાંઓમાં કાગળ પર શૌચાલય બતાવીને રૂપિયા ચાઉં કરી જવાયા હોવાના કિસ્સા સામે આવ્યા હતા. સરકાર દ્વારા વ્યક્તિગત શૌચાલય બનાવવા માટે રૂ. 12 હજાર જેવી માતબર રકમ આપવામાં આવે છે. પરંતુ અહીં તો માત્ર સખી મંડળ 5 હજાર અને 7 હજાર રૂપિયા આપી મોટો કૌભાંડ આચરાવમાં આવ્યું છે.

 

ત્યારે ગેનાજી ગામમમાં એક પરિવારના જુદા જુદા સભ્યોના અલગ ઘર દર્શાવીને 138 શૌચાલય દર્શાવાયા હતા જેમાં મોટા ભાગના બન્યા નથી અને અમુકને બરોબર ઉચક ચુકવણી કરી હોવાના લાભાર્થીઓ જણાવી રહ્યા છે.

 

ત્યારે સ્થાનિક લોકોએ જિલ્લા વિકાસ અધિકારી જોડે તમામ આધાર પુરાવા સાથે રજુઆત કરતાં કેટલાક કિસ્સામાં તો એક પરિવારના જુદા જુદા સભ્યોના અલગ ઘર દર્શાવીને શૌચાલય દર્શાવાયા છે. જેમાં મોટા પાયે ખાયકી આચરાઇ હોવાના જાણવા મળ્યું છે.

Download Our B K News Today App



Related News