ગાંધીનગરમાં પરપ્રાંતિયોને માટે આશ્રય કેમ્પમાં ૨૫૦ કીટનું વિતરણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-02 16:31:59
  • Views : 372
  • Modified Date : 2020-04-02 16:31:59

ગાંધીનગરમાં પરપ્રાંતિયોને માટે આશ્રય કેમ્પમાં ૨૫૦ કીટનું  વિતરણ 

     નોવેલ કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન છે. ત્યારે કોઇપણ વ્યકિત એક સ્થળેથી બીજા સ્થળે ન જાય તે માટે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં બાંધકામ સ્થળો સહિતના નાના મોટા કારખાના- ફેકટરીઓ લોકડાઉનના કારણે બંધ છે. તેમજ ગાંધીનગરની વિવિધ કંપનીઓમાં પણ પરપ્રાંતિય લોકો કામ કરી રહ્યા હતા. આ તમામને પોતાના વતન જવુ ન પડે અને તેઓ એક સ્થળે આરામથી રોકાણ કરી શકે તેવા સંવેદનશીલ અભિગમ સાથે જિલ્લામાં વિવિધ ત્રણ સ્થળોએ આશ્રય છાવણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ આશ્રિતોને રોકાણ છાવણીમાં બે ટાઇમ ભોજન સાથે સફાઇ અને મેડીકલ ચેકઅપ તથા ટ્રીટમેન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કલેકટરની સૂચના મુજબ કડી સર્વ વિદ્યાલય કેમ્પમાં રોકાયેલા લોકોને દ્ગડ્ઢઇહ્લ  તરફથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની ૨૫૦ કીટનું વિતરણ કર્યું હતું. દ્ગડ્ઢઇહ્લના ડીસી રણવિજયસિંધે જણાવ્યું કે, જિલ્લા કલેકટર ગાંધીનગરની સુચનાથી આ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.  જેમાં પુરૂષ કીટમાં ટોવેલ, કુર્તા, પાયઝામાં, શર્ટપેન્ટ, ટૂથ પેસ્ટ બ્રસ, કોલગેટ, અંડરવીયર, નેઈલકટર, બકેટ, એરઓઇલ, કાંસકો, ન્હાવા-ધોવાનો સાબુ, જયારે મહિલા કીટમાં ટોવેલ, કુર્તા, પાયઝામાં, શર્ટપેન્ટ, ટૂથ પેસ્ટ બ્રસ, કોલગેટ, સેનીટરી પેડ, નેઇલકટર, બકેટ, એરઓઇલ, કાંસકો, ન્હાવા-ધોવાનો સાબુ સહિત વસ્તુઓનો સમાવેશ થાય છે. જિલ્લા કલેકટર કુલદીપ આર્યએ આ આશ્રય છાવણીની મુલાકાત લઇને લોકોના ખબર અંતર પુછયા હતા તથા તેમને કોઇ પણ તકલીફ ન પડે તે માટેની વ્યવસ્થા માટેના સૂચનો અધિકારીઓને કર્યા હતા. કલેકટરે મેડિકલ ટીમ સાથે ચર્ચા કરી હતી અને તમામ લોકોના સ્વાસ્થ્યની વિગતો મેળવી હતી. કડી કેમ્પસના આ કેમ્પમાં આશ્રય માટે રોકાયેલા યાત્રિકોમાં રાજસ્થાનના ૮૬, ઉત્તરપ્રદેશના ૬૩, મધ્યપ્રદેશના ૨૭ તેમજ ગુજરાત અને અન્ય પ્રાંતના ૨૪ યાત્રિકોનો સમાવેશ થાય છે.


Download Our B K News Today App



Related News