બનાસકાંઠાના ઇતિહાસમાં પ્રથમવાર ડ્રોન કેમેરાથી કાર્યવાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-30 11:06:57
  • Views : 1089
  • Modified Date : 2020-03-30 11:06:57

પાલનપુરમાં લોકડાઉન ડ્રોન કેમેરાની મદદથી બજારમાં રખડતા શખ્સો ઉપર નજર રાખવામાં આવી રહી છે. જ્યાં રવિવારે કેમેરાની નજરે ચડેલા આઠ શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. બનાસકાંઠાના ઇતિહાસમાં પ્રથમવાર ડ્રોન કેમેરાથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોરોનો વાયરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોકડાઉનનો ભંગ કરતા ઇસમો સામે કાર્યવાહી માટે બનાસકાંઠા પોલીસ દ્વારા આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના કારણે મહામારી થતી અટકાવવા અને કોરોના વાયરસનો ફેલાવો થતો અટકાવવા માટે તા.૨૩/૦૩/૨૦૨૦ નાંરાત્રીનાં ૧૨ વાગ્યાથી રાજ્યભરમાં લોક ડાઉન જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને બનાસકાંઠા પોલીસ અધિક્ષક  તરૂણ કુમાર દુગ્ગલ  દ્વારા લોક ડાઉનનો ચુસ્ત પણે અમલ કરાવવા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવેલ છે. જે અંર્તગત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ડ્રોન કેમેરા ઉડાડી લોક ડાઉનનો ભંગ કરતા ૮ ઇસમો અંગે માહિતી મેળવી તેમની સામે પાલનપુર મુકામે જાહેરનામા ભંગ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠામાં પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ સહિત મોટા શહેરોમાં હવે ડ્રોન કેમેરા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.


Download Our B K News Today App



Related News