ઉત્તરપ્રદેશમાં ભાજપની વિજય થતા પાલનપુર માં ઉજવણી ઉજવણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-11 12:50:11
  • Views : 228
  • Modified Date : 2022-03-11 12:50:11

 

ઉત્તરપ્રદેશમાં ભાજપની વિજય થતા પાલનપુર માં ઉજવણી ઉજવણી

 

જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી મોઢું મીઠું કરાવી વિજય ને વધાવવામાં આવ્યો

 

કોઝી સર્કલ પર ભાજપની ખુશી ના  ફટાકડા ફૂટ્યા

 

જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાન સિહ ચૌહાણ સહિત ભાજપ કાર્યકરોએ ચાર રાજ્યોમાં ભાજપ ની જીત થતા ઉજવણી

 

ઉત્તરપ્રદેશમાં ભાજપ નો વિજય થતા ઉજવણી જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી મોઢું મીઠું કરાવી વિજય ને વધાવવામાં આવ્યો દેશમાં 5 રાજ્યોની ચૂંટણી યોજાઈ હતી જેમાં ઉત્તરાખંડ મણિપુર ગોવા પંજાબ ઉતર પ્રદેશ માં ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીમાં ભાજપ કોગ્રેશ સહિતની પાર્ટીઓ એ ચૂંટણીમાં એડી ચોટીનું જોર લગાવ્યું હતું ત્યારે આ ચૂંટણીઓ ના પરિણામ પર સમગ્ર દેશની નજર હતી ત્યારે આજે 10 માર્ચ ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવી હતી

 

ઉતર પ્રદેશ મણિપુર ગોવા ઉતરાખંડમાં ભાજપનો વિજય થતાં ભાજપ શાસિત રાજ્યોમાં ભાજપ પાર્ટીના આગેવાનો કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ત્યારે બનાસકાંઠાના પાલનપુર કોઝી સર્કલ પર ભાજપ એ ખુશીના ફટાકડા ફોડી મોઢું મીઠું કરાવી વિજય ની શુભકામનાઓ પાઠવી હતી જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાન સિહ ચૌહાણ સહિત ભાજપ કાર્યકરો એ ચાર રાજ્યોમાં ભાજપની જીત થતા ઉજવણી કરી હતી ગુમાન સિહ ચૌહાણ એ આ જીત વિકાસની જીત છે..દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી.અમિત શાહ યોગી આદિત્યનાથ જેપી નડ્ડા સહિતના કેન્દ્રીય નેતૃત્વ ઉપર જે લોકોએ ભરોશો મૂક્યો એ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.તેમજ આવનારો 2020 ની ચટણી માં ગુજરાત માં પણ 182 સીટ પર ભાજપ નો ભગવો લહેરાશે તેવી આશા વ્યક્ત કરી હતી

Download Our B K News Today App



Related News