ડીસામાં એન.એસ.યુ.આઇ.ના સ્થાપના દિવસની કરાઈ ઉજવણી...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-10 11:05:09
  • Views : 202
  • Modified Date : 2022-04-10 11:05:09

 

એન એસયુ આઈ ના સ્થાપના દિવસ નિમિત્તે એનએસયુઆઈના કાર્યકર્તા દ્વારા ડીસામાં ખીચડી કઢી અને મીઠાઈ અને પક્ષીઓને પાણી પીવા માટે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું...

 

૦૯/૦૪/ ૧૯૭૧ના દિવસે એમ એસ યુ આઈ ની સ્થાપના થઈ હતી અને આજે એન.એસ.યુ.આઇ.ના સ્થાપના દિવસ નિમિત્તે એનએસયુઆઈના કાર્યકરો દ્વારા ડીસા ખાતે એન.એસ.યુ.આઇ.ના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજે સ્થાપના દિવસ નિમિત્તે એન.એસ.યુ.આઇ.ના કાર્યકરો દ્વારા ડીસાના સાઈબાબા મંદિર ખાતે ખીચડી કઢી અને મીઠાઈનાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો દ્વારા ખીચડી કઢી અને મીઠાઈના પ્રસાદનો લાભ લીધો હતો જે બાદ એન.એસ.યુ.આઇ ના કાર્યકર્તા દ્વારા ઉનાળાની શરૂઆત થતા જ પક્ષીઓને પીવા માટે પાણીની તકલીફ પડી રહી છે જેના કારણે એન્ડ એસ યુ આઇ ના કાર્યકર્તાઓ દ્વારા પક્ષીઓ અને ઉનાળામાં પાણી મળી રહે તે હેતુથી કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ એનએસયુઆઇ ના કાર્યકર્તા દ્વારા વૃક્ષો પર કુંડા બાંધી પક્ષીઓને પાણી મળી રહે તેઓ સુંદર આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું

Download Our B K News Today App



Related News