કોરોના કાળમાં ક્રિસમસ પર હોમ સ્ટેને પ્રથમ પસંદગી, ઓસ્ટ્રેલિયામાં લોકોએ સમુદ્રમાં સર્ફિંગ કરી સંતોષ માન્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-25 12:10:56
  • Views : 211
  • Modified Date : 2020-12-25 12:10:56

    મધ્યપ્રદેશના હનુવંતિયામાં ક્રિસમસ અને ન્યૂ યર માટે પ્રવાસીઓનું આગમન શરૂ થયું છે. કોરોના કાળમાં પ્રવાસીઓ હોટેલના બદલે હોમ સ્ટે વધુ પસંદ કરે છે. ઈંદોરમાં મધ્યપ્રદેશ ટુરિઝમ બોર્ડના કુલ 14 હોમ સ્ટે છે. હનુવંતિયામાં ટેન્ટ સિટીમાં 62માંથી 45 કોટેજ બૂક થઈ ગયા છે.


    લદાખના ચાંગથાંગ સ્થિત પરસ્પર જોડાયેલા બે તળાવોને વેટલેન્ડ જાહેર કરાયા છે. તેની વિશેષતા એ છે કે ‘સ્તાર્તાસાપુર સો’ તળાવનું પાણી મીઠું છે, જ્યારે ‘સો કર’નું પાણી ખારું છે. આ તળાવો લદાખના પ્રથમ અને દેશની 42મી રામસર સાઈટ બની ગયા છે.



    સિડનીના બોન્ડી બીચ પર સહેલાણીઓ અને બાળકો ક્રિસમસ સેલિબ્રેશન સર્ફિંગથી કરી રહ્યા હતા. બીચ પર રેતીમાં બેસીને કેટલાક લોકો સેલ્ફી લેતા જોવા મળ્યા તો કેટલાક લોકો બીચ પર આરામની પળો વિતાવતા હતા.


Download Our B K News Today App



Related News