કેમ્બ્રિજ એનાલિટિકા પર 5.62 લાખ ભારતીય ફેસબુક યુઝર્સના ડેટાચોરીનો આરોપ,CBIએ કાર્યવાહી શરૂ કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-22 12:27:14
  • Views : 225
  • Modified Date : 2021-01-22 12:27:14

કેન્દ્રીય તપાસ એજન્સીએ(CBI) કેમ્બ્રિજ એનાલિટિકા વિરુદ્ધ ભારતીય ફેસબુક યુઝર્સનો ડેટા ચોરી કરવાના આરોપમાં કેસ નોંધ્યો છે. CBIએ આ કેસમાં UKની વધુ એક કંપની ગ્લોબલ સાયન્સ રિસર્ચ વિરુદ્ધ પણ કાર્યવાહી શરૂ કરી છે. આ ડેટા ચોરીમાં 5.62 લાખ ભારતીય યુઝર્સનો ડેટા સામેલ છે.આ અંગે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, ફેસબુક-કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા ચોરી કેસની તપાસ CBI કરશે.CBIને જવાબ સોશિયલ મીડિયા કંપની તરફથી જણાવાયું છે કે,ગ્લોબલ સાયન્સ રિસર્ચે ગેરકાયદે રીતે 5.62 લાખ ભારતીય ફેસબુર યુઝર્સનો ડેટા જમા કર્યો અને તેને કેમ્બ્રિજ એનાલિટિકા સાથે શેર કર્યો.કેમ્બ્રિજ એનાલિટિકા પર આ ડેટાનો ઉપયોગ ભારતમાં થઈ રહેલી ચૂંટણીને પ્રભાવિત કરવાનો આરોપ લગાવાયો હતો.

ઉલ્લેખનીય છે કે, 3 એપ્રિલ, 2018ના રોજ કંપનીએ જણાવ્યું હતું કે, તેમની પાસે ભારતીયોનો કોઈ ફેસબુક ડેટા નથી. જેના વિપરીત ફેસબુકે ભારત સરકારને 5 એપ્રિલ, 2018ના રોજ જણાવ્યું હતું કે, કેમ્બ્રિજ એનાલિટિકાએ ઈન્સ્ટોલ કરાયેલી એપ દ્વારા લગભગ 5,62,455 ભારતીયોના ફેસબુક ડેટા સુધી પહોંચ બનાવી હતી. હવે આ કેસમાં સીબીઆઈએ તપાસ શરૂ કરી દીધી છે.

કેમ્બ્રિજ એનાલિટિકા શું છે? આ યૂકે સ્થિત ગૂગલ ડેટા એનાલિટિક્સ કંપની છે. આ કંપની પહેલી વખત ત્યારે સમાચારોમાં આવી હતી જ્યારે તેની પર ડેટા મેન્યૂપુલેશન ટ્રિક્સની મદદથી અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને જીતાડવામાં મદદ કરવાનો આરોપ લાગ્યો હતો. સાથે જ ભાજપે 2019 પેટાચૂંટણી માટે કોંગ્રેસ પર કેમ્બ્રિજ એનાલિટિકાની સર્વિસ લેવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપે રાહુલ ગાંધીના સોશિયલ પ્રોફાઈલ કેમ્બ્રિજ એનાલિટિકા સાથે જોડાવા અંગે સવાલ ઉઠાવ્યો હતો.


Download Our B K News Today App



Related News