સમલવાંટ ગામ પાસેનો કોઝવે પાણીમાં ગરકાવ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-21 15:39:10
  • Views : 135
  • Modified Date : 2023-07-21 15:39:10

રાજ્યમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે અનેક વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો સામે આવતા હોય છે. ત્યાં છોટાઉદેપુરના સમલવાંટ ગામ પાસેનો કોઝવે પાણીમાં ગરકાવ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.ધસમસતા પાણીના પ્રવાહમાં વાલીઓએ વિદ્યાર્થીઓને જીવના જોખમે કોઝવે પસાર કરાવ્યો હતો. વાહન ચાલકે કોતર પસાર કરવા ઇન્કાર કર્યો હતો. જેથી વાલીઓ વિદ્યાર્થીઓને કોઝવે પસાર કરાવવા મજબૂર થયા હતા. ડુંગર વિસ્તારમાં ભારે વરસાદ પડતા કોતરમાં પાણી ફરી વળ્યા હતા. વર્ષોથી કોતર પર પૂલ બનાવવા માટે ગ્રામજનોએ માગ કરી છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતા લોકોએ તંત્ર સામે રોષ વ્યકત કર્યો હતો.

Download Our B K News Today App



Related News