મોજ ડેમ ઓવરફ્લો થતાં કોઝવેને નુકસાન, 12 ગામને જોડતો રસ્તો કરાયો બંધ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-24 15:55:40
  • Views : 114
  • Modified Date : 2023-07-24 15:55:40

રાજકોટના ઉપલેટમાં ભારે વરસાદને  કારણે તારાજી સર્જાઇ છે. ભારે વરસાદને કારણે પુલ અને કોઝવેને નુકસાન પહોંચ્યું છે. ત્યારે ઉપલેટાના ગઢાળા ગામે મોજ ડેમ ઓવરફ્લો થતાં કોઝવેને નુકસાન થયું છે. મોજિરા ગામ પાસેથી પસાર થતી મોજ નદીમાં પાણીનો પ્રવાહ વધવાને કારણે કોઝવે ધોવાયો છે.પાણીના ભારે પ્રવાહને કારણે કોઝવેનો અમુક ભાગ ધોવાઇ ગયો છે. જેને કારણે 12 ગામને જોડતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. રસ્તો બંધ થતાં સ્થાનિકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા ત્રણ વર્ષથી દર ચોમાસામાં આવી જ સ્થિતિનું નિર્માણ થાય છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ લાવવામાં આવતો નથી. કોઝવે ધોવાઇ જતા રસ્તો બંધ થઇ જાય છે. જેને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. રસ્તો બંધ હોવાથી બાળકોના અભ્યાસ પર પણ માઠી અસર પડી રહી છે.

Download Our B K News Today App



Related News