અમદાવાદમાં 950 બેડની હોસ્પિટલ શરૂ પણ નથી થઈ ને લોકો રીક્ષા, એમ્બ્યુલન્સમાં દોડી આવ્યાં, ભીડ વધતા ગેટ પર પોલીસનો કાફલો ખડકી દેવાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-24 13:19:16
  • Views : 297
  • Modified Date : 2021-04-24 13:19:16

    શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે અને ખાસ કરીને ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓની સંખ્યા ખુબ જ છે. શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં બેડ ખૂટી પડતા કેન્દ્ર સરકાર તરફથી DRDO દ્વારા અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે 950 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા હોસ્પિટલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. 24 એપ્રિલના રોજ હોસ્પિટલ શરૂ થવાની છે તેવી જાણકારી લોકોને મળતાં આજે સવારથી જ ખાનગી વાહનો અને રિક્ષામાં કોરોના પોઝિટિવ દર્દીઓ GMDC ખાતે હોસ્પિટલની બહાર પહોંચી ગયા હતા.

    સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં 100 જેટલા લોકો દાખલ થવા માટે પૂછપરછ કરવા આવ્યા હતા. જો કે હજી સુધી હોસ્પિટલ શરૂ કરવામાં આવી નથી. કામ હજી બાકી છે તેમ કહી દર્દીઓ અને પૂછપરછ કરવા આવતા લોકોને પરત મોકલવામાં આવ્યા હતા. સવારથી લોકો પૂછપરછ માટે આવતા પોલીસ ખડકી દેવામાં આવી હતી. ડીસીપી અને એસપી સહિતના અધિકારીઓ પહોંચી ગયા હતા અને લોકોને ગેટ પરથી જ રવાના કરી દીધા હતા.

    નરોડા વિસ્તારમાં રહેતા યુવકને કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેઓને સામાન્ય લક્ષણ હતા પરંતુ હોસ્પિટલમાં દાખલ થવું પડે તેવી સ્થિતિ હતી. GMDC ખાતે હોસ્પિટલ શરૂ થવાની જાણ થતાં તેઓ રિક્ષામાં અહીંયા આવ્યા હતા. જો કે અહીંયા આવ્યા બાદ પોલીસે તેમને કહ્યું હતું કે, આજથી હોસ્પિટલ શરૂ થઈ નથી. સ્પિટલ શરૂ થવા અંગે કોઈ સ્પષ્ટતા રાજ્ય સરકાર કે DRDO તરફથી ન મળતા આજે સવારથી દર્દીઓ GMDC ખાતે પહોંચી ગયા હતા. મોટી સંખ્યામાં લોકો પૂછપરછ કરવા માટે હજી પણ આવી રહ્યા છે.

    બીજી તરફ વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા કોરોના પોઝિટિવ દર્દી પોતે હાથમાં જાતે ફાઇલ લઈ અને હોસ્પિટલ દાખલ થવા માટે આવી ગયા હતા. તેઓ 108માં બે દિવસથી ફોન કરે છે પરંતુ તેઓને વેઈટીંગ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમને શરદી તથા ઉઘરસની તકલીફ પડતા તેઓ અહીં બેડ મળી જશે તેવી આશા લઈને દાખલ થવા આવ્યા હતા.


Download Our B K News Today App



Related News