ઉંઝામાં નકલી જીરું ઝડપાવાનો મામલો, 88 લાખનું શંકાસ્પદ જીરુ, વરીયાળીને જપ્ત કરાયુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-12 15:39:56
  • Views : 82
  • Modified Date : 2023-12-12 15:39:56

બધી જ વસ્તુ નકલી  મળી રહી હોય એવી સ્થિતિ સર્જાઈ છે. પૈસા કમાઈ લેવાની લાલચમાં બધું જ નકલી કરીને લોકોને છેતરવામાં આવી રહ્યા છે. મહેસાણા જિલ્લાના ઉંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી હોવાની આશંકાએ ફૂડ વિભાગે દરોડો પાડ્યો હતો. જ્યાંથી જીરું જેવું જ દેખાતુ મટીરીયલ તૈયાર કરેલ કોથળા ફૂડ વિભાગે જપ્ત કર્યા છે. જેમાં હલકી ગુણવત્તાની વરીયાળી અને એવા જ ગોળ વડે જીરું જેવો દેખાવ તૈયાર કરવામાં આવતો હતો.જીરું નકલી બનાવતું હોવાની આશંકાએ દરોડો પાડીને ફૂડ વિભાગે 88 લાખ કરતા વધુનો સામાન સ્થળ પરથી જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં શંકાસ્પદ જીરુંનો જથ્થો, હલકી ગુણવત્તાની વરીયાળી અને ગોળ સહિતના સામાનને જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ ફેક્ટરી માલીક તૈયાર કરવામાં આવેલ શંકાસ્પદ જીરુંને પશુ આહાર હોવાનું ગણાવી રહ્યો છે અને જે વાત ગળે ઉતરે એવી નથી. આમ પશુઆહારનું બહાનુ ધરી બચાવનો રસ્તો શોધાઈ રહ્યો હોવાનુ માનીને તંત્રએ કાર્યવાહી શરુ કરી છે.

Download Our B K News Today App



Related News