જેટકો દ્વારા વિદ્યુત સહાયકની ભરતી રદ્દ કરવાનો મામલો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-28 09:15:48
  • Views : 72
  • Modified Date : 2023-12-28 09:15:48

જેટકો ભરતી વિવાદ બાદ હવે મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં અગાઉ લેખિત પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ માત્ર પોલ ટેસ્ટ આપવો પડશે. સાથે સાથે જેટકો દ્વારા મહેકમ પણ વધારવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે નવા ઉમેદવારોએ પહેલા પોલ ટેસ્ટ આપવાનો રહેશે. પોલ ટેસ્ટ પાસ કર્યા બાદ નવા ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપવી પડશે.જેટકોએ મહેકમ વધારતા અન્ય નોકરી વાંચ્છુકોને તક મળશે.અત્રે જણાવીએ કે, આ પરીક્ષામાં જે ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હશે તે ઉમેદવારોની લેખિત પરીક્ષા નહીં લેવાય. અગાઉ લેખિત પરીક્ષા બાદ પોલ ટેસ્ટ લેવાતો હતો. હાલ વિવાદ બાદ પોલ ટેસ્ટના આયોજનમાં નવા ઉમેદવારોનો પહેલા પોલ ટેસ્ટ લેવાશે. જેટકોએ મહેકમ વધારતા અન્ય નોકરી વાંચ્છુકોને તક મળશે.અગાઉ 6 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા હતા .જેટકો દ્વારા લેવામાં આવેલ પરીક્ષામાં ગેરરીતી થઈ હોવાની રજૂઆત બાદ જેટકો દ્વારા તપાસ કરાવવામાં આવતા અધિકારીઓની બેદકારી સામે આવી હતી. જે બાદ જેટકો દ્વારા  ત્રણ ઝોનની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. જે બાદ પણ વિવાદ શાંત થવાનું નામ ન લેતા વડોદરા જેટકોની ઓફીસ બહાર પરીક્ષાર્થીઓ દ્વારા ધરણા પ્રદર્શન કરી રજૂઆત કરી હતી. અને અલ્ટીમેટમ આપ્યું હતું. જે બાદ આજે જેટકો દ્વારા બેદરકારી દાખવનાર 6 અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવતા ખળભળાટ મચી જવા પામી હતી. 

Download Our B K News Today App



Related News