નર્મદા નદીમાં કાર ફસાઈ, ભરતી આવતા તણાતી કારણે સ્થાનિકોએ બહાર કાઢી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-06 15:10:22
  • Views : 112
  • Modified Date : 2023-06-06 15:10:22

ઉનાળાની ઋતુ દરમ્યાન લોકો નદી અને સમુદ્ર કિનારે ફરવા જવાનું વધુ પસંદ કરે છે. તાજેતરમાં દહેજના ગંધાર નજીક ખંભાતના અખાતમાં સમુદ્ર કિનારે ફરવાગયેલા બે પરિવારના 6 લોકોના કરુણ મૃત્યુની ઘટના બાદ ભરૂચ નજીક પાણીમાં ફસાઈ જવાની વધુ એક ઘટના સામે આવી હતી. અચાનક ભરતી આવવાના કારણે ભરતીના પાણીમાં કાર ફસાઈ હતી. નર્મદાના સતત વધતા જળસ્તર વચ્ચે સહેલાણીઓ ફસાયા હતા. આખરે સ્થાનિકોની મદદથી તેમને બચાવી લેવાયા હતા. ઉલ્લેખનીય છે કે ફિલ્મી દરહસ્યોનાં અનુકરણમાં વાહનોને નદી અને સમુદ્રના પાણીમાં દોડાવવાના પ્રયાસમાં અનેક લોકોના જીવ જોખમમાં મુકાયા હોવાના કિસ્સા જંબુસરના કંબોઇ અને સુરતના ડુમસમાં સામે આવ્યા છે.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નર્મદા નદી પરના ગોલ્ડન બ્રીજ નીચે અંક્લેશ્વર તરફના કિનારે પાણીમાં કાર ઉતારવામાં આવી હતી. પરીવારે ફિલ્મી દૃશ્યપના અનુકરણમાં કાર નદી ઉતારી હતી પણ અહીંની કિનારાની કાંપવાળી જમીનમાં કર્ણ પૈડાં ખુંપી ગયા હતા. કારણે કીચડમાંથી બહારકાઢવામાં આવે તે પહેલા ભરતીની શરૂઆત થી હતી. નર્મદામાં ભરતીના પાણી ચઢવાનું શરૂ થઇ જતાં કાર પાણીમાં તણાય તેવો ભય ઉભો થયો હતો. આ ઘટના જોઈ સ્થાનિકો નદી કિનારે દોડી ગયા હતા. કાર સુધી લોકોપહોચ્યા ત્યાર સુધીમાં ઘુંટણસમણાં પાણી ભરાઇ જતાં કાર ફસાઇ હતી. આખરે મહામહેનતે સ્થાનિક યુવાનોને ભારે જહેમતથી કારને બહાર કાઢવામાં સફળતાં મળી હતી.

Download Our B K News Today App



Related News