પાલનપુરમાં ઇકો ગાડીમાં આગ લાગતા અફરા- તફરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-10 06:36:05
  • Views : 489
  • Modified Date : 2019-04-10 06:36:05

બનાસકાંઠા જિલ્લામાં હમણાં હમણાં ઈકો ગાડીમાં આગ લાગવાના બનાવોમાં નોંધ પાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આવો જ એક બનાવ પાલનપુર ખાતે  જોવા મળ્યો હતો.
પાલનપુર ખાતે ગુરૂનાનક ચોકથી સીટીલાઇટ જતાં માર્ગ ઉપર મંગળવારે બપોરના સુમારે એક ઇકો કારમાં અચાનક આગ લાગતાં ભારે અફરા- તફરી મચી જવા પામી હતી. આગના એન્જિનમાંથી ધુમાડા નીકળતાં ગાડીનો ચાલક સમય સૂચકતા વાપરીને નીચે ઉતરી ગયો હતો. જ્યાં આજુબાજુના લોકો દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો

Download Our B K News Today App



Related News