બનાસકાંઠાના ખારા ગામ પાસે ટ્રક સાથે અથડાતા કારનો કચ્ચરઘાણ, કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-10 15:14:41
  • Views : 321
  • Modified Date : 2021-03-10 15:14:41

    બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ખારા ગામ પાસે એક આઇશર ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો હતો. ટ્રક અને કાર સામસામે અથડાતા કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવના પગલે આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠાં થયા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી અકસ્માતોની વણઝાર ચાલુ છે. ભાભર તાલુકાના ખારા ગામ પાસે મોડી રાત્રે આઇશર ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ઇકો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બનાવમાં કાર ચાલક પથુજી ઇશ્વરજી ઠાકોરનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. પોલીસે ચાલકનો મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. અકસ્માતના પગલે થોડો સમય ટ્રાફિક જામ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.


Download Our B K News Today App



Related News