રાજસ્થાનના બાડમેર પાસે ડીસાના લક્ષ્મીપુરા ગામના સુથાર પરિવારને નડ્યો અકસ્માત : એકજ પરિવારના ચાર લોકોના મોત થતાં ગામમાં શોકનો માહોલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-20 12:03:04
  • Views : 478
  • Modified Date : 2021-10-20 12:03:04

 

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામના સુથાર પરિવારના સભ્યો રાજસ્થાન બાડમેર જિલ્લામાં આવેલ જસોલ ખાતે માજિસા મંદિરે દર્શન કરી પરત ફરતા હતા તે દરમિયાન રાજસ્થાનના સિણદરી પાસે ટ્રકે બોલેરો ને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતી જેમાં સુથાર પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળે મોત થયા છે.......

 

રાજસ્થાનના બાડમેર જિલ્લાના સીણધરી નજીક આવેલા ભુકા ગામ પાસે ભગતસિંહ મેગા હાઇવે પર બપોરે બોલેરો કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો. જેમાં બોલેરો જીપ નો સંપૂર્ણ ભુક્કો બોલી ગયો હતો.જ્યારે અકસ્માતથી રસ્તાની બાજુમાં આવેલા ઝાડ પણ ધરાશાયી થયું હતું બોલેરો જીપમાં સવાર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના સુથાર પરિવારના ચાર સભ્યોના મોત નિપજ્યા હતા. સીણધરી પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ઇજાગ્રસ્ત લોકો ને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. સુથાર પરિવારના એક પરિવારના ચાર લોકોના કરૂણ મોત નિપજતા પિતાના લક્ષ્મીપુરા ગામ માં પણ શોકનો માહોલ છવાયો હતોસીણધરી પોલીસ અધિકારી બલદેવરામ ના જણાવ્યા મુજબ  ડીસાના લક્ષ્મીપુરા ગામનો સુથાર પરિવાર જસોલ માજીસા મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યા હતા. ત્યારે ભગતસિંહ મેગા હાઇવે પર અકસ્માત સર્જાયો છે. ઘટના સ્થળે ચાર વ્યક્તિના મોત થયા છે. જ્યારે 5 જેટલા ઇજાગ્રસ્ત લોકો ને જિલ્લા સરકારી હોસ્પિટલમાં તેમજ ડીસા ખાતે સારવાર અર્થે લઈ જવાયા છે.

 

 મૃતક ના નામ . . . . . . . ..

 

1....... ગોમતીબેન ચેનાભાઈ સુથાર

2....... ચેનાભાઈ કાનજીભાઈ સુથાર

3.......ભાવનાબેન કપુરજી સુથાર

4.......કાનાભાઇ બદાજી સુથાર

Download Our B K News Today App



Related News