ડીસાના સોની બજાર, હરસોળીયાવાસને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવા માગણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-24 11:29:44
  • Views : 557
  • Modified Date : 2020-07-24 11:29:44

ડીસા શહેરમાં વધતાં જતાં કોરોનાના કેસને લઈ શહેરમાં અત્યારે ૧૨૨ માઇક્રો કન્ટેન્ટમેંટ ઝોન તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારે ડીસા શહેરના સોની બજાર, હરસોળીયાવાસ વિસ્તારમાં જાહેર કરવામાં આવેલા કન્ટેન્ટમેંટ ઝોનથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. અને આ વિસ્તારને કન્ટેન્ટમેંટ મુક્ત કરવાની માંગ કરી રહ્યા છે.
ડીસા શહેરમાં કોરોના વાઇરસનું સંક્રમણ ખૂબ જ ખતરનાક હદે વધી ગયું છે અને તેમાં પણ વાત કરવામાં આવે ઢેબરરોડ અને સોની બજાર વિસ્તારની તો આ વિસ્તાર અત્યારે કોરોના વાઇરસનો હોટસ્પોટ બની ગયો છે. શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા ડીસામાં કુલ ૧૨૨ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન બનાવવામાં આવ્યા છે. આ માઇક્રો કન્ટેન્ટમેંટ ઝોનમાં લોકડાઉન આપવામાં આવેલું છે. ત્યારે ડીસામાં તૈયાર કરવામાં આવેલા આ માઇક્રો કન્ટેન્ટમમેન્ટ ઝોનના લોકો અહી આપવામાં આવેલા લોકડાઉનને લઈ પરેશાન થઈ ગયા છે. કારણ કે સરકારની ગાઈડલાઇન મુજબ જે માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના જ તમામ વિસ્તારોમાંથી લોકડાઉનમાં છૂટછાટ
આપવામાં આવી છે. તેના લીધે આ વિસ્તારના લોકોને છૂટછાટ ના મળતા હવે આ વિસ્તારના લોકો તેમાંથી મુક્તિ માંગી રહ્યા છે. સરકારની ગાઈડલાઇન મુજબ જે વિસ્તારમાં કોરોનાનો પોઝિટિવ કેસઆવ્યો હોય તે વિસ્તારના કેટલાક ઘરોને માઇક્રો કન્ટેન્ટમેન્ટ જાહેર કરવામાં આવે છે. અને આવા વિસ્તારોમાં લોકોની અવરજવર પર સતત ૨૮ દિવસ સુધી અવરજવર બંધ કરી દેવામાં આવે છે. ત્યારે ડીસા શહેરના સોની બજાર વિસ્તારમાં આવેલા હરસોળીયા વાસને પણ છેલ્લા ૧૪ દિવસથી માઇક્રો કન્ટેન્ટમેન્ટ જાહેર કરતાં
વેપારીઓએ હવે આ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોનમાથી મુક્ત કરવાની માંગ કરી છે.

નાગરિકોની સુરક્ષા માટે કન્ટેન્ટમેન્ટ કરવામાં આવે છે
ડીસા શહેરમાં અત્યાર સુધી કોરોના વાયરસના ૧૯૮ જેટલા કેસો આવ્યા છે. અને ૧૪ લોકોના મોત પણ નિપજ્યા છે. ત્યારે લોકો કોરોના વાયરસથી સુરક્ષિત રહે તે માટે ૨૮ દિવસનું કન્ટેન્ટમેન્ટ કરવામાં આવે છે.
- ડો. જીગ્નેશ હરિયાણી (અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, ડીસા.)

Download Our B K News Today App



Related News