યુપી ની લખીમપુર પ્રકરણમાં ડીસા અને ઝેરડા માં કેન્ડલ માર્ચ યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-08 12:06:45
  • Views : 371
  • Modified Date : 2021-10-08 12:06:45

 

ડીસા યુવા કોગ્રેસ દ્વારા ખેડૂતોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.ઉત્તર પ્રદેશ ના લખીમપુર ખાતે ખેડૂતોને કચડવાના પ્રકરણમાં દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે ત્યારે ડીસા અને ઝેરડા માં પણ યુવક કોગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજી ખેડૂતોને શ્રદ્ધાસુમન આપવામાં આવ્યા હતા.

છેલ્લાં ઘણા સમયથી ખેડૂતો કેન્દ્ર સરકારના કૃષિ બિલના વિરોધ માં વિરોધ કરી રહ્યાં છે ત્યારે ઉત્તર પ્રદેશ ના લખીમપુર વિસ્તારમાં ખેડૂતો ની રેલી પર ગાડી ચડાવી ખેડૂતોને કચડવામા આવ્યાં હોવાના આક્ષેપ સાથે દેશભરના ખેડૂતો માં રોષ જોવા મળી રહ્યો છે. યુપી ના લખીમપુર ખીરી માં ભાજપના ગૃહ રાજ્ય મંત્રી ના પુત્ર દ્વારા ખેડૂતોને કચડવામા આવ્યા હોવાના આક્ષેપ ઉઠી રહ્યાં છે ત્યારે લખીમપુર ની.ઘટના મા શહીદ થયેલ ખેડૂતો ને ડીસા યુવા કોગ્રેસ અને ઝેરડા ગામના યુવાનો દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોગ્રેસ પક્ષ ના આગેવાનો અને યુવા કાર્યકતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News