વડોદરા જેટકોની ઓફિસ બહાર ઉમેદવારોએ ઉગ્ર પ્રદર્શન કર્યુ હતુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-21 15:05:03
  • Views : 79
  • Modified Date : 2023-12-21 15:05:03

વડોદરામાં જેટકો દ્વારા 1224 ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. જો કે બાદમાં પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જેટકોની તપાસમાં સામે આવતા ભરતી જ રદ કરી દેવાઈ હતી. ત્યારે ભરતી રદ કરવાને લઇને ઉમેદવારો મોટી સંખ્યામાં વડોદરા જેટકોની ઓફિસ બહાર પહોંચ્યા હતા અને વિરોધ દર્શાવ્યો હતો.વડોદરા જેટકોની ઓફિસ બહાર મોટી સંખ્યામાં ઉમેદવારોએ ઉગ્ર પ્રદર્શન કર્યુ હતુ. મેરીટ લિસ્ટમાં આવેલા ઉમેદવારોએ જેટકોના ઓફિસ બાર નિમણૂક પત્ર આપવા માટે વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થી આગેવાન યુવરાજ સિંહ જાડેજા આંદોલનમાં જોડાયા હતા. યુવરાજસિંહે જેટકોને 7 દિવસનું અલ્ટીમેટમ આપ્યુ અને પોલ ટેસ્ટ લેનાર અધિકારીને સસ્પેન્ડ કરવાની માગ કરી. સાથે જ વિધાનસભા અને ઊર્જા પ્રધાનના ઘરના ઘેરાવો કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

Download Our B K News Today App



Related News