છાત્રાલયમાં વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ થતા ભોજન કોન્ટ્રાક્ટ રદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-09 14:15:40
  • Views : 67
  • Modified Date : 2023-12-09 14:15:40

પાલનપુરમાં આવેલ નર્સિંગ છાત્રાલયમાં એક સપ્તાહ અગાઉ 12 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. જેને લઈ હવે સિવિલ સર્જન દ્વારા છાત્રાલયનો ફૂડ કોન્ટ્રાક્ટ જ રદ કરી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ વિદ્યાર્થીઓનીઓ માટે અન્ય કોઈ ફૂડની વ્યવસ્થા નહીં કરાતા મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો છે.સિવિલ સર્જન દ્વારા કોન્ટ્રાકટરનો ફૂડ કોન્ટ્રાક્ટ રદ કરી દેવાને ત્રણ દિવસ વીતી ચૂક્યા છે. આમ ત્રણેક દિવસથી વિદ્યાર્થીનીઓએ બહારની કેન્ટીનમાંથી ભોજન કરવા મજબૂર થવુ પડ્યુ છે. આ મામલે વિદ્યાર્થીઓનીઓએ રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ભોજનને લઈ લાવવામાં આવ્યો નથી અને ઉલટાનુ હવે મોંઘા ખર્ચે બહારનુ ભોજન જમવું પડી રહ્યુ છે.

Download Our B K News Today App



Related News