કેનેડાની સરકારના કેબિનેટમાં અનીતા આનંદ પ્રથમ હિંદૂ મંત્રી બન્યા છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-22 13:18:39
  • Views : 533
  • Modified Date : 2019-11-22 13:18:39

વર્તમાન સમયમાં કેનેડામાં  યોજાયેલી ચુત્તનીમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોતાની નવી કેબિનેટની જાહેરાત કરી છે. જેમાં કેનેડિયન વડાપ્રધાને પસંદ કરેલા સાત નવા ચહેરામાં ભારતીય મૂળના અનીતા ઇન્દિરા આનંદને કેબિનેટમાં સ્થાન આપ્યું છે.આમ કેનેડા સરકારની કેબિનેટમાં સ્થાન મેળવનાર અનીતા આનંદ પ્રથમ હિંદૂ મહિલા છે.આમ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની કેબિનેટમાં એ એકમાત્ર ભારતીય નથી.પરંતુ જેમાં અન્ય ચાર ભારતીય મૂળના મંત્રીઓ છે. જેમાં અનીતા આનંદ સિવાય નવદીપસિંહ બેંસ, બારદિશ છાગર અને હરજીતસિંહ સજ્જન સામેલ છે.જેમાં અનીતા આનંદને સાર્વજનિક સેવા અને ખરીદ મંત્રીની જવાબદારી સોંપી છે.આમ આ પહેલા અનીતા આનંદ કેનેડિયન મ્યૂઝિમમ ઓફ હિંદૂ સિવિલાઈઝેશનના અધ્યક્ષપદની જવાબદારી સંભાળી ચૂક્યા છે.આમ કુલ જસ્ટિન ટ્રુડોએ પોતાની કેબિનેટમાં 36 મંત્રીઓનો સમાવેશ કર્યો છે. જૈ પૈકી સાત નવા ચહેરા છે.

Download Our B K News Today App



Related News