શું અનામતની મર્યાદા 50%થી વધુ કરી શકાય?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 11:15:28
  • Views : 199
  • Modified Date : 2021-03-09 11:15:28

    મહારાષ્ટ્રમાં મરાઠી અનામત કેસમાં સોમવારે સુપ્રીમકોર્ટે તમામ રાજ્યોને નોટિસ આપીને પૂછ્યું કે, ‘શું અનામતની મર્યાદા 50%થી વધુ કરવી શક્ય છે?’ સુપ્રીમકોર્ટે 15 માર્ચે આગામી સુનાવણી પહેલાં તમામ રાજ્યોને આ મુદ્દે જવાબ આપવાનો આદેશ કર્યો છે.જસ્ટિસ અશોક ભૂષણ, એલ. નાગેશ્વર રાવ, એસ. અબ્દુલ નજીર, હેમંત ગુપ્તા અને એસ. રવીન્દ્ર ભટની બંધારણીય પીઠે કહ્યું કે, અમે એ વાત સાથે સંમત છીએ કે આ મામલાની અસર તમામ રાજ્યો પર પડશે એટલે અન્ય રાજ્યોને સાંભળવા પણ જરૂરી છે.તમામ રાજ્યો આ મુદ્દે તેમની એફિડેવિટ જારી કરશે કે 50%થી વધુ અનામત આપી શકાય કે નહીં? હવે અમે 15 માર્ચે મરાઠી અનામત અને તેની સાથે સંકળાયેલી બંધારણીય સવાલો મુદ્દે સુનાવણી કરીશું.

Download Our B K News Today App



Related News