પુણે-મુંબઈ એક્સપ્રેસવે પર કન્ટેનરે કારને ટક્કર મારી, પતિ-પત્ની અને 4 વર્ષના પુત્રનું ઘટનાસ્થળે મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-03 14:44:06
  • Views : 348
  • Modified Date : 2021-07-03 14:44:06

     મુંબઈ- પુણે એક્સપ્રેસ-વે પર એક દર્દનાક દુર્ઘટના સામે આવી હતી, જેમાં પતિ-પત્ની અને તેના 4 વર્ષના પુત્રનું મોત નીપજ્યું છે. આ દરેક લોકો કારમાં સવાર હતા. આ ઘટનાનો તમને વિચલિત કરી શકે છે. આ વીડિયોમાં એક બોકાબૂ કન્ટેનર પહેલા ગાડી અને પછી પોતાની આગળ ચાલતા ટ્રકને અડફેટે લે છે. આ દુર્ઘટનાને કારણે એક્સપ્રેસવે પર લગભગ 2 કલાક સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો.

     આ દુર્ઘટના ખોપોલી એગ્ઝિટ અને ફુડ મોલ વચ્ચે ગુરુવારે બની હતી, પરંતુ આ વીડિયો હવે સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે એમને સૂચના મળી હતી એના આધારે ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. ગાડીમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો. લગભગ 2 કલાકના અથાગ પ્રયત્નો પછી ગાડીને કટરથી કાપવામાં આવી હતી. ત્યારપછી તેમાંથી જેકવીન ચૌટિયાર, પત્ની લુઈસા ચૌટિયાર અને પુત્ર ડેરિયલ ચૌટિયારના શવ નિકાળવામાં આવ્યા હતા. આ ત્રણેય પુણેથી મુંબઈ નાઇગાંવ જઈ રહ્યા હતા.આ દુર્ઘટનામાં કન્ટેનર ચાલકને પણ ગંભીર રૂપે ઈજા પહોંચી હતી. ત્યારપછી તેમની સારવાર એક પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તપાસમાં સામે આવ્યું હતું કે દુર્ઘટના કન્ટેનરની બ્રેક ફેલ થઈ હોવાથી થઈ છે. આ દુર્ઘટના એક ટ્રેકમાં લગાડવામાં આવેલા કેમેરામાં કેદ થઈ હતી.

Download Our B K News Today App



Related News