પાલનપુર તાલુકાના ખરોડીયા ગામે ધી સેવા સહકારી મંડળીના સહયોગથી ખેડૂતોની આવક વધે,ખેડૂતો સમૃધ્ધ બને તે માટે કોમોડિટીઝ ડેરિવેટીઝ અવરનેસ પ્રોગ્રામ માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-11 12:39:35
  • Views : 217
  • Modified Date : 2022-03-11 12:39:35

 

પાલનપુર તાલુકાના ખરોડીયા ગામે ધી સેવા સહકારી મંડળીના સહયોગથી ખેડૂતોની આવક વધે,ખેડૂતો સમૃધ્ધ બને તે માટે કોમોડિટીઝ ડેરિવેટીઝ અવરનેસ પ્રોગ્રામ માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું

 

ગાંધીનગરમાં આવેલી ઉદયભાણસિંહજી રીજીયોનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપરેટીવ મેનેજમેન્ટ દ્વારા કોમોડિટીઝ ડેરિવેટીઝ અવરનેસ પ્રોગ્રામ માટેનું આયોજન કરાયું

 

સહકારી સંસ્થાઓ થકી ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે હવે ગામડે ગામડે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે ખેડૂતોની આવક વધે ખેડૂતો સમૃધ્ધ બને તે માટે કોમોડિટીઝ ડેરિવેટીઝ અવરનેસ પ્રોગ્રામ માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં ગાંધીનગરમાં આવેલી ઉદયભાણસિંહજી રીજીયોનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપરેટીવ મેનેજમેન્ટ દ્વારા કોમોડિટીઝ ડેરિવેટીઝ અવરનેસ પ્રોગ્રામ માટેનું આયોજન પાલનપુર તાલુકાના ખરોડીયા ધી સેવા સહકારી મંડળી દ્વારા કરવામાં આવ્યું હતું

 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના ખેડૂતોની આવક કઈ રીતે બમણી થાય તેમજ ખેડૂતો કેવી રીતે  સમૃધ્ધ બને તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે પરંતુ દેશ માં ખેતી કરતા ખેડૂતોને ખેતી કરવામાં માર્ગદર્શન મળી રહે તેમાટે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની રાહબારી હેઠળ  ગામડાઓમાં સેવા સહકારી મંડળીઓ પર સંસ્થાઓ દ્વારા અવરનેશ પોગ્રામ કરવાનું અભિયાન શરૂ કરાયું છે ત્યારે પાલનપુર તાલુકાના ખરોડીયા ધી સેવા સહકારી મંડળી દ્વારા અવ્રરનેશ પોગ્રામનું આયોજન કરાયું હતું જોકે બનાસકાંઠા જિલ્લો ખેતી પશુપાલન પર આધારિત જિલ્લો છે ત્યારે ખેતી કરતા ખેડૂતોને ઘર સુધી પહોંચી કઈ રીતે માર્ગદર્શન આપી શકાય તે માટે સરકાર કટિબદ્ધ બની છે ગાંધીનગરમાં આવેલી ઉદયભાણસિંહજી રીજીયોનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપરેટીવ મેનેજમેન્ટ દ્વારા કોમોડિટીઝ ડેરિવેટીઝ અવરનેસ પ્રોગ્રામ માટેનું આયોજન કરાયું હતું જેમાં પોગ્રામ ડાયરેકટર નીલું પાંડે એ હાજર રહી ખેડૂતોને વધારે ભાવ કઈ રીતે મળે ખેડૂતો નું.ઉત્પાદન વધે બિયારણ સારા મળે પકૃતીક ખેતી તરફ ખેડૂતો જોડાય.જિલ્લામાં ઓછા પાણીએ ખેતી કેવી રીતે કરવી તે માટે જાણકારી આપવામાં આવી હતી ત્યારે આ કાર્યક્ર્મ ને લઈ ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જેથી મોટી સંખ્યામાં ખેડૂતો એ હજાર રહી માર્ગદર્શન મેળવ્યું હતું

 

Download Our B K News Today App



Related News