ગાંધીનગર એક્રેડીટેશન પ્રેસ ક્લબ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-02 15:39:44
  • Views : 433
  • Modified Date : 2020-06-02 15:39:44

ગાંધીનગર એક્રેડીટેશન પ્રેસ ક્લબ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો  

કોરોનાની મહામારી વચ્ચે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં રક્તની જરૂરીયાત ઉભી થયેલ છે. તેવા સંજોગોમાં ગાંધીનગર એક્રેડીટેશન પ્રેસ ક્લબ, બ્લડ બેંક, જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલોજ ગાંધીનગર અને સનસેટ મેડીકલ રીલીફ ફાઉન્ડેશન (વૃધ્ધાશ્રમમાં મફત તબીબી સેવાઓ આપતી સંસ્થા) ના સંયુક્ત ઉપક્રમે અખબાર ભવન, સેક્ટર-૧૧ ખાતે રક્તદાન કેમ્પ-૨૦૨૦ યોજાયો હતો.આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર રીટેબેન પટેલ તેમજ વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા, મ્યુનીસિપલ કાઉન્સિલર ચિમનભાઈ વિંઝુડા, ભાજપ અગ્રણી કેતનભાઈ પટેલે ઉપસ્થિત રહીને રક્તદાતાઓને શુભેચ્છા પાઠવી હતી. મેયરે જણાવ્યું હતું કે અન્નદાન અને રક્તદાન જેવા બીજા કોઈ દાન નથી. તેઓએ ડોક્ટરની ટીમ અને કેમ્પના આયોજકોની કામગીરીની ખુબ પ્રસંશા કરી હતી.  આ રક્તદાન કેમ્પમાં કુલ ૨૫ જેટલા લોકોએ રક્તદાન કરેલ હતું. ગાંધીનગર એક્રેડીટેશન પ્રેસ ક્લબના પ્રમુખ અનિરૂધ્ધસિંહ ઝાલા તેમજ કિસાનરાજના મેનેજીંગ તંત્રી ઈલેવાન ઠાકરે રક્તદાન કર્યુ હતુ. આ રક્તદાન કેમ્પમાં રાજભવન ડીસ્પેન્સરીના સીએમઓ ડો. શશાંક સિમ્પી, માણસા સિવિલ હોસ્પિટલના એસ.એમ.ઓ. ડો. જીતેષ બારોટ,  રીટાયર્ટ મેડીકલ ઓફિસર ડો. જે.જે. પરમાર,  કૃષ્ણવીરસિંહ ઝાલા (ગવર્નમેન્ટ આર્ટસ કોલોજ), ડો. કેશા પંચાલ (પેથોલોજીસ્ટ, જી.એમ.ઈ.આર.એસ. સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર), લેબ ટેકનીસીયનમાં દિશાબેન રાવલ, ધારા પંચાલ, સેજલ પટેલ (સ્ટાફ નર્સ), અપુર પટેલ (કાઉન્સીલર) વગેરેએ ઉપસ્થિત રહીને સેવાઓ પુરી પડી હતી.


Download Our B K News Today App



Related News