જૂની અદાવતના સમાધાન માટે બોલાવી સોની વેપારી બંધુ પર કેશોદ રહેતાં પિતરાઈનો હિંચકારો હુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-10-23 18:14:53
  • Views : 280
  • Modified Date : 2024-10-23 18:14:53

રાજકોટમાં ઓમપાર્કમાં રહેતાં રવિ ભીંડીને જૂની અદાવતના સમાધાન માટે સુખસાગર સોસાયટી પાછળ રેલ્વે ટ્રેક પાસે બોલાવી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા હતાં. વેપારીને બચાવવા વચ્ચે પડેલ મોટા ભાઈને પણ માર મારતા બંનેને સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે બી. ડિવિઝન પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.બનાવ અંગે રાજકોટમાં ઓમપાર્ક શેરીમાં રહેતાં  રવિભાઈ હરસુખભાઈ ભિંડી (ઉ.વ.35) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે યોગેશ હરગોવિંદ ભીંડી (ઉ.વ.46),(રહે. ખિરસરા ઘેડ, કેશોદ) નું નામ આપતાં બી. ડિવિઝન પોલીસે બીએનએસ એક્ટ 118,125(2) 352 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓને સોની બજારમાં પ્લેટેનિયમ ચેમ્બરમાં દુકાન ભાડે રાખી સોની કામની મજુરી કામ કરે છે. ઘરમાં તેઓ તેમના પત્ની, એક પુત્ર-પુત્રી તેમજ મોટા ભાઇ વિપુલભાઈ જે અપરિણીત છે અને માતા કિરણબેન સાથે રહે છે. તેઓએ તેમના પત્ની સાથે  આઠેક વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરેલ છે. તેમનું સસરા  પ્રફુલભાઈ સોજીત્રા પાસોદરા સુરત રહે છે, જેમની સાથે બોલવાનો વ્યવહાર નથી. દસેક મહીના અગાઉ તેમના સગા મોટાબાપુના દિકરા યોગેશભાઈ  ભીંડી તેમના પત્નીને મેસેજ કરી હેરાન કરતો હોય જેથી તેમની પત્નીએ વાત કરતા આરોપી સાથે  ફોનમા બોલાચાલી થયેલ હતી. બાદમાં સમાજના વડીલો વચ્ચે પડતા બંને પક્ષે બોલવાના વ્યવહાર બંધ કરી નાખેલ હતો.

Download Our B K News Today App



Related News