અમદાવાદ સરહદે ગાંધીનગરના ગામોની કલસ્ટર ટીમે મુલાકાત લીધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-20 12:03:37
  • Views : 388
  • Modified Date : 2020-04-20 12:03:37

ગાંધીનગર તાલુકાના અમદાવાદ જિલ્લાની સરહદ
પર આવેલા ચાર ગામોની ગાંધીનગર પ્રાંત અધિકારી જે.એમ.ભોરણિયા અને તાલુકા વિકાસ અધિકારી જી.એ.ધાંધલીયાએ મુલાકાત લીધી હતી.
અમદાવાદ જિલ્લાના સંક્રમિત વ્યક્તિઓના સંપર્કને કારણે ગાંધીનગર તાલુકાના નાગરિકોમાં કોરોના વાયરસનું સંક્રમણ ન થાય તે માટે અમદાવાદ જિલ્લાની સરહદ
પર આવેલા ગામોમાં અમદાવાદના સંક્રમિત નાગરિકોના સંપર્કમાં કોઇ લોકો ન આવે તેમજ જો કોઇ કારણસર કોઇ વ્યક્તિ આવી રીતે સંપર્કમાં આવે તો તેને ઓળખી કાઢી તેનું આરોગ્યલક્ષી સ્ક્રનીંગ કરી સંક્રમણ ન ફેલાય તે માટે જરૂરી તકેદારીના પગલાઓ લેવા માટે ૧૯ જેટલા ગામો માટે ૧૦ કલસ્ટરની રચના કરવામાં આવી છે.
ગાંધીનગર પ્રાંત અધિકારી અને ટી.ડી.ઓ.એ ખોરજ ગામની લીધેલ રૂબરૂ મુલાકાત દરમ્યાન ગામમાં ચૂસ્ત લોકડાઉનની સ્થિતિ જોવા મળી હતી. સીસીટીવી કેમેરા દ્વારા લોકડાઉન સ્થિતિની સમીક્ષા કરતા પ્રાંત અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીએ સરપંચ અને તલાટી કમ મંત્રીની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો. પ્રાંત અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગામલોકોની સ્વયં શિસ્તની પ્રશંસા કરતા
પી.એ.સિસ્ટમે ગામના લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ  જ લોકડાઉનની પરિસ્થિતિ ૩ મે સુધી જાળવી રાખવા ગામ લોકોને અપીલ કરી હતી. સરસ કામગીરી માટે તલાટી કમ મંત્રીને પણ અભિનંદન આપ્યા હતા. વધુમાં દંતાલી અને જમિયતપુરા અને શેરથાની મુલાકાત દરમિયાન પણ લોકડાઉનનું સજ્જડ રીતે પાલન થતું જોવા મળ્યું. દરેક ગામોના પ્રવેશ દ્વાર પર ગામમાં પ્રવેશતા લોકો માટે રજીસ્ટર નિભાવવામાં આવે છે અને આ રજીસ્ટરની એક કોપી સ્થાનિક આરોગ્ય તંત્રને આપવામાં આવે છે.  શંકાસ્પદ જણાતા લોકોને આરોગ્ય વિષયક સારવાર આપવામાં આવે છે. આ સંદર્ભે ગામ લોકોનો અભિપ્રાય પૂછતા આરોગ્ય તંત્ર અને ગામનું સ્થાનિક
વહીવટીતંત્ર સારી કામગીરી કરી રહ્યા છે તેવો સંતોષ વ્યક્ત કર્યો હતો.

Download Our B K News Today App



Related News