સો ટકા ક્ષતિરહિત મતદારયાદી તૈયાર કરવા અંગે પાલનપુર ખાતે કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-19 11:38:20
  • Views : 435
  • Modified Date : 2019-09-19 11:38:20


(માહિતી બ્યુરો)    પાલનપુર
સો ટકા ક્ષતિરહિત મતદારયાદી તૈયાર કરવા અંગે પાલનપુર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર  સંદિપ સાંગલેના અધ્યસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં કલેકટરે જણાવ્યું કે, દરેક કચેરીના અધિકારીઓએ તેમની કચેરી અને તેમના તાબાની કચેરીના કર્મચારીઓની મતદારયાદીની વિગતો પોર્ટલ પર પ્રમાણિત કરી પ્રમાણપત્ર આપવાનું રહેશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. ૧ લી સપ્ટેમ્બરથી ૧૫ ઓક્ટોબર-૨૦૧૯ સુધી મતદાર યાદીમાં મતદારોની વિગતોમાં સુધારો કરવા, અવસાન પામેલ, સ્થળાંતરીત મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવા તથા આ રીતે તમામ મતદારોની વસ્તી વિષયક વિગતો અને ફોટાની ચકાસણી માટે મતદાર યાદીના હેલ્થ પેરામીટર્સમાં સુધારો કરવા માટે મતદારોને સામેલ કરવાની ઝુંબેશ ઉપાડવામાં આવી છે. આ ઝુંબેશ દરમ્યાન વોટર મોબાઇલ એપ ડાઉનલોડ કરી મતદારો જાતે જ પોતાના
નામ-સરનામાની વિગતોની ચકાસણી કરી તેમાં
સુધારો-વધારો કરી શકશે.   
બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી  યોગેશ ઠક્કરે જણાવ્યું કે, ક્ષતિરહિત મતદારયાદી તૈયાર કરવામાં માટે જિલ્લાની તમામ કચેરીઓના એક-એક કર્મચારીને તાલીમ આપી સજ્જ કરવામાં આવશે. જે મતદારો એન્ડ્રોઇડ ફોન ધારકો છે તેઓ પ્લે  સ્ટોરમાં જઇ વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ ડાઉનલોડ કરીને પણ પોતાની અને
પોતાના કુંટુંબની વિગતોમાં જે સુધારા-વધારા કરવાના છે તે જાતે જ ઘેર બેઠાં કરી શકે છે. મોબાઇલ એપમાં મોબાઇલ નંબર લિંક કરવાથી એસએમએસ દ્વારા મતદારયાદી અંગેની વિગતો પણ મળશે અને નામ કમી થઇ જવાની ફરિયાદોનો પણ અંત આવશે.  તા.૧૫ ઓક્ટોબર-૨૦૧૯ સુધી મતદાર ચકાસણી કાર્યક્રમ (ઈઙ્મીર્ષ્ઠંિ ફીિૈકૈષ્ઠર્ટ્ઠૈંહ
ઁિર્ખ્તટ્ઠિદ્બદ્બ) ચાલુ રહેશે. આ સમય દરમ્યાન મતદાર
પોતાનું તેમજ કુંટુંબની  અને તેમના મતદાન મથકની  ચકાસણી કરી શકે છે. આ માટે મતદાર પોતે  ુુ.હvજp.ૈહ
પોર્ટલનો ઉપયોગ કરી નીચેનામાંથી કોઇ એક પુરાવો અપલોડ કરી જરૂરી
સુધારા-વધારા કરી શકશે. જેમાં ૧. ભારતીય પાસપોર્ટ,
૨. ડ્રાઇવિંગ લાઇસન્સ, ૩.આધાર કાર્ડ, ૪. રેશનકાર્ડ, ૫. સરકારી/અર્ધ સરકારી ઓળખ કાર્ડ, ૬. બેંક  પાસબુક, ૭.
ખેડૂત  ઓળખકાર્ડ (ગમે તે પૈકી એક દસ્તાવેજ રજૂ કરીને) ચકાસણી અને પ્રમાણિકરણ કરી શકે છે. એનવીએસપી પોર્ટલ, બી.એલ.ઓ., ઇગ્રામ કેન્દ્રો, નાગરીક સુવિધા કેન્દ્રો ખાતે રૂબરૂ મુલાકાત લઇને પણ ચકાસણી કરી શકાશે. ૫. દિવ્યાંગ મતદારો ટોલ ફ્રી નંબર ૧૯૫૦ મારફત આ સુવિધાનો લાભ લઇ શકે છે. આ પ્રસંગે પાલનપુર પ્રાંત અધિકારી એસ.ડી.ગિલવાએ એનવીએસપી પોર્ટલનો ઉપયોગ કરીને કેવી રીતે મતદારયાદીમાં સુધારા-વધારા કરી શકાય તેની જાણકારી આપી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સી.સી.પટેલ, તમામ પ્રાંત અધિકારીઓ, નાયબ પોલસ અધિક્ષક આર.કે.પટેલ સહિત સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Download Our B K News Today App



Related News