CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળશે કેબિનેટની બેઠક.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-02 16:29:44
  • Views : 114
  • Modified Date : 2023-08-02 16:29:44

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળશે. કેબિનેટ બેઠકમાં જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ બાદ ખેતીના પાકને થયેલા નુકશાન પર ચાલી રહેલી સર્વેની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. તો રાજ્યમાં વરસાદની સ્થિતિની પણ સમીક્ષા કરાશે.આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની નુકશાની બાદ સહાય બાબતે સમીક્ષા થશે તો રાજ્યમાં ખરીફ વાવેતર અંગે પણ કેબિનેટ બેઠકમાં સમીક્ષા થશે. તેમજ આગામી સમયમાં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓ પર પણ સમીક્ષા કરવામાં આવશે. રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર ચર્ચા થશે.

Download Our B K News Today App



Related News