CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-12 16:57:37
  • Views : 106
  • Modified Date : 2023-07-12 16:57:37

આજે ગાંધીનગર ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે. આજે કેબિનેટ બેઠકમાં વર્તમાન ચોમાસામાં પડેલા ભારે વરસાદને પગલે થયેલા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવશે. તેમજ ભારે વરસાદના કારણે કેટલાક જિલ્લાઓમાં થયેલા પાકના નુકસાન અંગેની સમીક્ષા હાથ ધરાય તેવી સંભાવના છે.આ ઉપરાંત રાજ્યમાં ખરીફ ઋતુ દરમિયાન કરાયેલ વાવણીને લઈને પણ આંકડાકીય સમીક્ષા હાથ ધરાય તેવી શક્યતા છે. આગામી 15 ઓગસ્ટના કાર્યક્રમ બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. તેમજ આગામી G-20ની ગુજરાતમા બેઠકો ની તૈયારી બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. સરકારની નીતીવિષયક બાબતો તેમજ આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવશે.આ અગાઉની બેઠકમાં G-20,વાયબ્રન્ટ સમિટ, ઈ-વિધાનસભા અને ચોમાસાની સ્થિતિ સહિતના મુદ્દા અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ચોમાસાના પ્રારંભ સાથે ભારે વરસાદ વરસતા જે નુકસાન થયુ હતુ તેના અંગ પણ ચર્ચા કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News