વીંછિયામાં કેબિનેટ મંત્રી બાવળિયાએ બાફ્યુ, મતદાન કરી કહ્યું મેં ભાજપના ઉમેદવારોને મત આપ્યો, મોવિયામાં EVMમાં મતદાનનો વીડિયો વાઇરલ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-28 12:33:29
  • Views : 475
  • Modified Date : 2021-02-28 12:33:29

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે રાજકોટ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકામાં મતદાન થઇ રહ્યું છે. ત્યારે વીંછિયાની પ્રાથમિક શાળામાં કુંવરજી બાવળિયાએ મતદાન કર્યુ હતું. મતદાન કર્યા બાદ ક્યાં પક્ષને મતદાન કર્યું તે અંગે ગુપ્તતા રાખવાની હોય છે. પરંતુ કુંવરજી બાવળિયાએ મતદાનની ગુપ્તતા જાળવી નહીં અને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મેં આજે મારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અને તાલુકાના ઉમેદવારોને મત આપી દિવસની શરૂઆત કરી છે. બીજી તરફ ગોંડલના મોવિયામાં EVMમાં મતદાન થતું હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ અંગે ચૂંટણી અધિકારીએ ધોરણસરની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

    કુંવરજી બાવળિયાએ વધુમાં જણાવ્યું હતું કે, મેં પણ ભાજપને મત આપ્યો છે અને તમે લોકો પણ ભાજપને મત આપજો તેવી મારી અપીલ છે. થોડા દિવસ પહેલા 6 મહાનગરપાલિકામાં ભાજપને મત આપી વિજયી બનાવી છે. ત્યારે વીંછિયા સહિત સૌરાષ્ટ્રમાં જિલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપને મતદાન કરી ભાજપને વિજયી બનાવો.

    કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ વીંછિયાની કન્યા પ્રાથમિક શાળા નંબર 2માં સવારે 7 કલાકે જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે તેમણે પોતાનો પવિત્ર મત આપી મતદાનની પવિત્ર ફરજ નિભાવી હતી. આ તકે તેમણે જણાવ્યું હતું કે, મતદાનથી સત્તા પરિવર્તન થાય છે, મતદાનથી લોકશાહી બચે છે, ખેડૂત પણ 5 વર્ષે પાક બદલે છે, એ જ રીતે હવે જનતાને પણ મોકો મળ્યો છે નગરસેવકરૂપી પાક બદલવાનો, તેથી હું જસદણની જનતાને મતદાન કરવા અપીલ કરું છું.

    ગોંડલના મોવિયામાં EVMમાં વોટિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં મતદાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર હેમીબેન સાકરીયા અને અરવિંદભાઇ સાવલીયાને મત આપતા નજરે પડે છે. મતદાન મથકમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઇ જવા પર પ્રતિબંધ છે છતાં મોબાઇલ અંદર કેવી રીતે પહોંચ્યો તે મોટો સવાલ છે. આ વાઇરલ વીડિયો અંગે હજુ સુધી કોઇ ફરિયાદ નોંધાઇ નથી. આની સામે કોઇ કાર્યવાહી થશે કે કેમ તે એક પ્રશ્ન છે.


Download Our B K News Today App



Related News