૫ાલનપુર પાલિકાના તત્કાલિન સ્ટ્રીટ લાઈટ ચેરમેન સામે અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂ.૩ લાખના કૌભાંડનો આક્ષેપ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-30 11:47:02
  • Views : 362
  • Modified Date : 2020-08-30 11:47:02

પાલનપુર નગરપાલિકામાં સ્ટ્રીટ લાઈટના કેબલમાં રૂ.૩ લાખના કૌભાંડને લઈને મુદ્દો ગાજી રહ્યો છે. પાલિકાના સદસ્ય અમૃત જાેષીએ તત્કાલિન સ્ટ્રીટ લાઈટના ચેરમેન અને વર્તમાન બાંધકામ સમિતિના ચેરમેન અતુલ જાેષી (ચોકસી) સામે સત્તાનો દુરૂપયોગ કરીને કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. જેને લઈને મ્યુ.કમિશનર સમક્ષ તત્કાલિન ચેરમેનને સભ્ય પદેથી સસ્પેન્ડ કરી નાણાં વસુલવા માટે માંગણી કરી છે.
પાલનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને સદસ્ય અમૃતભાઈ જાેષી અને તત્કાલિન સ્ટ્રીટ લાઈટ ચેરમેન અતુલ જાેષી (ચોકસી) સ્ટ્રીટ લાઈટના કેબલની ખરીદીમાં કૌભાંડો લઈને આમને-સામને આવી ગયા છે. અમૃત જાેષીએ
મ્યુનિસિપાલિટીના કમિશનર સમક્ષ રજૂઆત કરી છે. જેમાં હાલના સદસ્ય અને બાંધકામ સમિતિના ચેરમેન અતુલ જાેષી તત્કાલિન સ્ટ્રીટ લાઈટના ચેરમેન હતા, ત્યારે કોઝીથી લઈ એરોમા સર્કલ સુધી સ્ટ્રીટ લાઈટ તેમજ હનુમાન ટેકરીથી લઈ મારૂતિ શો રૂમ સુધી ૧૦ એમ.એમ.આર્મડ કેબલ અંડર ગ્રાઉન્ડ નાંખવામાં આવ્યો હતો. જેમાં સત્તાનો દુરૂપયોગ કરીને સંસ્થાને રૂ.૩ લાખનું નુકશાન પહોંચાડી કૌભાંડ આચર્યું છે. જાેકે સ્ટ્રીટ લાઈટ કમિટીના સદસ્યોએ તત્કાલિન સ્ટ્રીટ લાઈટ ચેરમેન અતુલ જાેષીને સુપરવાઈઝરની નોંધના અને ઠરાવના આધારે ફક્ત બેથી અઢી લાખનો ખર્ચ કરવાની સત્તા આપી હતી. જેમાં સત્તાનો દુરૂપયોગ કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. જેને લઈને અમૃતભાઈ જાેષીએ તત્કાલિન સ્ટ્રીટ લાઈટ ચેરમેન અને વર્તમાન સદસ્ય અતુલભાઈ જાેષી (ચોકસી) ને તાત્કાલિક અસરથી ગુજરાત મ્યુનિસિપાલ એક્ટ ૧૯૬૩ ની કલમ ૩૭ મુજબ સસ્પેન્ડ કરી સભ્ય પદેથી ગેરલાયક ઠેરવીને નાણાં વસુલવા માંગ કરી છે.

Download Our B K News Today App



Related News