ડીસામાં CAની પત્ની હત્યા કેસ મામલો : ગાડીથી ટક્કર મારી મોતને ઘાટ ઉતારનાર મુખ્ય સૂત્રધાર ઝડપાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-12 11:34:15
  • Views : 411
  • Modified Date : 2021-06-12 11:34:15

    ડીસામાં છ મહિના અગાઉ CA એ તેના બે મિત્રો સાથે મળી તેની પત્નીની હત્યા અકસ્માત માં ખપાવી દેવાની ઘટના બની હતી. જે કેસમાં હત્યારા પતિ અને તેના એક મિત્રની ધરપકડ થઈ ગઈ હતી જ્યારે આ કેસ માં છેલ્લા 6 મહિનાથી ફરાર મુખ્ય સૂત્રધાર પણ હવે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો ડીસાના જાણીતા CA લલિત માળી અને તેમની પત્ની દક્ષાબેન બન્ને ગેળા હનુમાનજી ના દર્શન કરવા પગપાળા જઈ રહ્યા હતા અને કાપરા ગામ પાસે CA લલિત પત્ની થી દુર ચાલી રહ્યા હતા તે સમયે અજાણી કારે ટક્કર મારતા દક્ષાબેન નું ઘટનાસ્થળે મોત થયું હોવાની ફરિયાદ ભીલડી પોલીસ મથકે નોંધાઈ હતી. બાદમાં મૃતક ના પતિ CA લલિત એ ચક્ષુદાન કર્યું હતું , સમાજ ના વિકાસ માટે અલગ અલગ જગ્યાએ દાન કરી સમાજના લોકોની સહાનુભૂતિ મેળવવાની કોશિશ કરી હતી.

 

    જોકે બાદમાં સમગ્ર ઘટના બાબતે પોલીસ ને શંકા જતા તપાસ હાથ ધરી હતી જેમાં મૃતક દક્ષા ના નામે આઠ માસ અગાઉ 1.20 કરોડ નો વીમો લેવામાં આવ્યો હતો અને રૂ 17 લાખ ઉપરાંત ની કિંમતની ક્રેટા ગાડી મૃતક ના નામે લાવીને મિત્ર ને આપી હતી જે પોલીસને શંકા જતા ભીલડી પોલીસે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી અને CA લલિત માળી ને બોલાવી કડક પૂછપરછ કરતા આખરે તેણે તેની પત્ની અકસ્માત નો પ્લાન ઘડ્યો હોવાની કબૂલાત કરી હતી જેમાં તેના મિત્ર ને રૂ 2 લાખ આપી સ્વીફ્ટ ગાડીથી ટક્કર મારવાનો પ્લાન ઘડ્યો હતો અને પ્લાન મુજબ CA લલિત માળી ડીસા થી ગેળા હનુમાનજી મંદિર ચાલતા જઈ રહ્યા હતા તે સમયે કાપરા ગામ પાસે લલિત તેની પત્ની થી દુર ચાલી રહ્યો હતી તે સમયે તેના મિત્ર દક્ષાબેન ને ટક્કર મારી નાસી છૂટ્યો હતો અને બાદમાં CA લલિત માળી એ ડીસા 108 મેં ફોન કરી બોલાવેલ અને જે અકસ્માત કરવા માટે સોપારી આપી હતી તે મિત્ર પણ દોડી આવ્યો હતો અને મદદ એ લાગ્યો હતો.

    સમગ્ર ઘટનામાં પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલી જતા તે સમયે પોલીસે હત્યારા પતિ લલિત ટાંક  અને તેને મદદ કરનાર મહેશ માળી ની ધરપકડ કરી હતી જ્યારે ગાડી થી ટક્કર મારનાર મુખ્ય આરોપી કીર્તિ સાંખલા છેલ્લા છ મહિનાથી ફરાર હતો તેને પણ પોલીસે બાતમી ના આધારે છાપી પાસેથી ઝડપી જેલના હવાલે કરી દીધો છે આમ આ ચકચારી હત્યા કેસના ત્રણેય આરોપીઓ ને પોલીસે પકડી પાડયા છે.

 

Download Our B K News Today App



Related News