શહેર કરતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં જાગૃતિ, મોરબી બેઠક પર ગામડામાં મતદારોની લાઈન લાગી, ગઢડામાં ઢોલના તાલે લોકો મતદાન કરવા આવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-03 14:44:26
  • Views : 606
  • Modified Date : 2020-11-03 14:44:26

                     આજે ગુજરાતની 8 વિધાનસભાની બેઠક પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. મોરબી બેઠક પર શહેર કરતા ગામડાના લોકોમાં જાગૃતિ વધારે હોવાનું જાણવા મળ્યું છે. માળિયામિયાણા તાલુકાના વાવણીયા ગામે વહેલી સવારથી જ સોશિયલ ડિસ્ટન્સ સાથે મતદારોએ મતદાન મથક પર લાંબી લાઈન લગાવી દીધી છે. ગઢડા શહેરમાં ઢોલ-નગારાના તાલે વાજતે ગાજતે લોકો મતદારો મતદાન કરવા આવી પહોંચ્યા હતા. શહેરના વોર્ડ નં.2ના મતદારો મોટી સંખ્યામાં વાજતે ગાજતે મતદાન મથકે પહોંચી મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. ગઢડા મત વિસ્તારના ઉમરાળાના ચોગઠ ગામે મતદારોમાં ઉત્સાહ, મહિલાઓએ લાંબી લાઈન લગાવી​​ છે.​​​​​ગઢડા સ્વામિનારાયણ મંદિરના એસ.પી. સ્વામી સહિત સંતોએ મતદાન કર્યુ હતું. તેમજ સાંખ્યયોગી બહેનો પણ મતદાન કરવા મતદાન મથકે આવી પહોંચી હતી. સંતોએ ફરજીયતા માસ્કના નિયમને પાળીને માસ્ક સાથે મતદાન કર્યુ હતું. મતદાન કરતા પહેલા આરોગ્યની ટીમ દ્વારા થર્મલ ગનથી દરેક સંતનું ટેમ્પરેચર માપવામાં આવ્યું હતું. તેમજ હાથ સેનિટાઈઝ કરવામાં આવ્યા હતાઆજે ગુજરાત વિધાનસભાની 8 બેઠક પર પેટાચૂંટણીનું સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. સૌરાષ્ટ્રની ત્રણ બેઠક ધારી, ગઢડા અને મોરબીમાં સવારથી જ મતદારો મતદાન કરવા ઉમટી પડ્યા છે. દરેક મતદાન મથક પર કોવિડ-19ની ગાઈડલાઈન પ્રમાણે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સ સાથે મતદારો મતદાન કરી રહ્યા છે. દરેક મતદારને ચૂંટણી સ્ટાફ દ્વારા સેનિટાઈઝ કરવામાં આવે છે. બાદમાં જ મતદાન મથકમાં મતદારોને પ્રવેશ આપવામાં આવે છે

Download Our B K News Today App



Related News