બપોરના 12 વાગ્યા સુધીમાં ગુજરાતના 42 તાલુકામાં મેઘરાજાએ રમઝટ બોલાવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-27 14:07:47
  • Views : 99
  • Modified Date : 2023-06-27 14:07:47

છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. આજે પણ અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ વરસી રહ્યો છે. ગુજરાતમાં આજે 42 તાલુકામાં વરસાદ નોંધાયો છેહવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં ગુજરાતના 42 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી નવસારીમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. નવસારીમાં સવા 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. સૌથીવધારે વરસાદ નવસારીમાંનવસારી ઉપરાંત જલાલપોરમાં પોણા 2 ઈંચ, ચીખલીમાં પોણા 2 ઈંચ, મહુવામાં 1.5 ઈંચ, ગણદેવીમાં 1.5 ઈંચ, પારડીમાં 1.5 ઈંચ, વલસાડમાં 1.5 ઈંચ, વાલોડમાં 1.5 ઈંચ, વ્યારામાં સવા ઈંચ, ધોરાજીમાં 1 ઈંચ, કડાણામાં 1 ઈંચ વરસાદ, સોનગઢમાં 1 ઈંચ, ખેરગામમાં પોણો ઈંચ, ઉમરપાડામાં પોણો ઈંચ અને જેતપુરમાં પોણો ઈંચ વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદને કારણે ગુજરાતના જળાશયોમાં પણ પાણીની સારી આવક થઇ છે. ગુજરાતના 207 ડેમ પૈકી 5 ડેમ હાલ સંપૂર્ણ ભરેલા છે. તો ચોમાસાના પ્રારંભમાં જ સારો વરસાદ પડતા ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે. ચોમાસાની શરૂઆતમાં જ સારો વરસાદ પડતા ધરતીપુત્રો ખુશ ખુશ થઈ ગયા છે.આપને જણાવીએ કે હવામાન વિભાગે આજે બે જિલ્લામાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આજે નવસારી, વલસાડમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. વડોદરા, છોટાઉદેપુર, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દમણ, દાદરાનગર,  આણંદ, નર્મદા, ખેડામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

Download Our B K News Today App



Related News