ડીસા શાકમાર્કેટયાર્ડ ખાતે છાશ વિતરણ કેમ્પનું આયોજન કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-04 11:09:15
  • Views : 347
  • Modified Date : 2022-06-04 11:09:15

 

ડીસા શહેરમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે ગરમી ની સીધી અસર લોકોના જનજીવન પર જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીસા શહેરમાં ગરમીનું તાપમાન ૪૦ ડિગ્રીને પાર રહે છે જેના કારણે ડીસા શહેરમાં લોકો ગરમીથી રાહત મેળવવા માટે સૌથી વધુ ઠંડા પીણાનો ઉપયોગ કરે છે તો બીજી તરફ ડીસાને બનાસકાંઠા જીલ્લાનો વેપારી મથકો માનવામાં આવે છે. જેના કારણે હાલમાં રોજેરોજ ડીસા ની બજારોમાં મોટી સંખ્યામાં ગ્રાહકો ખરીદી કરવા માટે નજરે પડતા હોય છે ત્યારે આવા સમયે ગ્રાહકો ગરમીથી રાહત મેળવી શકે તે માટે વેપારીઓએ નવતર પ્રયોગ કર્યો હતો ડીસા શાક માર્કેટ યાર્ડ ખાતે શાકભાજી અને અન્ય ચીજવસ્તુઓની ખરીદી કરવા આવતા લોકો માટે આજે શાક માર્કેટના વેપારીઓ દ્વારા ઠંડી છાસ નો વિતરણ કરવામાં આવ્યું હતું જેના કારણે ખરીદી કરવા આવતા ગ્રાહકોએ કાળઝાળ ગરમીમાં ઠંડી છાશ પીને રાહત મેળવી હતી

Download Our B K News Today App



Related News