ડીસામાં રિસાલા વિસ્તારમાં આવેલા ચોખાવાળા કોમ્પ્લેક્ષના વેપારીઓ દ્વારા છાશ વિતરણ કેમ્પનું આયોજન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-15 10:59:16
  • Views : 272
  • Modified Date : 2022-05-15 10:59:16


ડીસામાં તાપમાનનો પારો પિસ્તાળીસ ડિગ્રી સુધી પહોંચી ગયો છે.. અને આટલી ખતરનાક ગરમીની સહુથી વધુ અસર શ્રમજીવી લોકો પર જોવા મળતી હોય છે.. ગરમીમાં ડીસા શહેરના રિસાલા વિસ્તારમાં મજૂરી કરતાં શ્રમજીવી લોકોને ગરમીમાં રાહત મળી રહે તે માટે રિસાલા વિસ્તારમાં આવેલા ચોખાવાળા કોમ્પ્લેક્ષના વેપારીઓ દ્વારા છાશ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.. રિસાલા વિસ્તારમાં શહેરની મોટાભાગની વેપારી પેઢીઓ આવેલી છે અને વિસ્તારમાં મજૂરી કરતાં શ્રમજીવી લોકો મોટી સંખ્યામાં મજૂરી કામ કરતાં હોય છે.. ત્યારે આવા શ્રમજીવી લોકોને ગરમીમાં રાહત મળી રહે તે માટે ચોખાવાળા કોમ્પ્લેક્ષના વેપારીઓ દ્વારા ઠંડી મસાલેદાર છાસનું વિતરણ કરવામાં આવે છે.. આજે મજૂર વર્ગના લોકો સહિત મોટી સંખ્યામાં લોકોએ ઠંડી અને મસાલેદાર છાસ પીવાનો લ્હાવો લીધો હતો..

 

 

 

Download Our B K News Today App



Related News