પોલીસ ફાર્મ હાઉસ ખુંદતી રહી ને બુટલેગર દારૂ વેચી માલામાલ થયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-01 11:46:46
  • Views : 477
  • Modified Date : 2021-01-01 11:46:46

દેશ વિદેશમાં થર્ટી ફસ્ટની રાત્રીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાય છે. જૂના વર્ષને જાકારો અને નવા વર્ષને આવકારતા હોય છે. પશ્વિમી સંસ્કૃતિના રવાડે ચડેલા યુવાનો દેશમાં પણ મોજ મસ્તી કરતા હોય છે. કોરોનાએ ચાલુ વર્ષે થર્ટી ફસ્ટ
પાર્ટીને ફિક્કી કરી નાંખી છે.
પરંતુ મદીરા પાનનું મહત્વ વધી ગયું છે. યુવાધન દારૂના રવાડે ના ચડે માટે પોલીસ દિવસ અને રાત ફાર્મ હાઉસ ખૂંદતી રહી હતી. અને યુવાનોએ ઉંચા ભાવે દારૂ ખરીદી છાને ખૂણે પાર્ટીની મોજ કરી હતી. બુટલેગરોએ છુટક દારૂ વેચી કમાણી કરી હતી.
રાજ્યમાં થર્ટી ફસ્ટની રાત્રીએ બીજલ કાંડ બન્યા બાદ ઉજવણી ઉપર કડકાઇ કરવામા આવી છે. અસામાજિક તત્વો મોડી રાત સુધી ખુલા સાંઢની જેમ રસ્તા ઉપર નગ્ન નાચ કરતા જાેવા મળતા હતા. પરંતુ પોલીસે પોતાનો પાવર બતાવતા આવા તત્વો દરમાં ઘુસી જાય છે, જાેકે તે નાગરિકો માટે સારી બાબત છે. ત્યારે ગાંધીનગર
પોલીસ દ્વારા થર્ટી ફસ્ટની ઉજવણીમાં યુવાનો હિલોળે ના ચડે અને કોરોના ઉજવણીના બેકાબુ ના બને માટે જિલ્લા
પોલીસ દ્વારા શહેર અને જિલ્લામાં કડક પેટ્રોલીગ ગોઠવવામાં આવ્યું હતું.
થર્ટી ફસ્ટની પૂર્વ રાત્રિએ ગાંધીનગર પોલીસ દ્વારા શહેરની આસપાસ આવેલા ફાર્મ હાઉસ ફંફોળી નાંખવામાં આવ્યા હતા. જેમાં કે.એ પટેલ ફાર્મ, વિઠ્ઠલ પાર્ટી પ્લોટ, રાધેશ્યામ પાર્ટી પ્લોટ, હોટલ બર્લિન, સામ્રાજ્ય ફાર્મ સહિતને મોડી રાત્રે સ્થાનિક પોલીસે ફેદી નાંખ્યા હતા.પરંતુ પોલીસને કાંઇ હાથ લાગ્યું ન હતુ. બીજી તરફ થર્ટી ફસ્ટના દિવસે પણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં માગો તેટલો દારૂનો પુરવઠો દારૂડીયાઓ ખરીદતા હતા. બુટલોગરો દ્વારા પહેલીવાર અંગ્રેજી દારૂને કોથળીમાં ભરી છુટક વેચાણ કરતા હતા. શહેરમાં સમાવેશ કરાયેલા અને નહિ કરાયેલા જિલ્લાના બોર્ડર ઉપરના તમામ ગામમાં દારૂ વેચાણ થયો હતો. જાેકે કેટલાક યુવાનોએ પહેલેથી જ કોટાનો સંગ્રહ કરી લીધો હતો.

Download Our B K News Today App



Related News