બનાસકાંઠા જિલ્લાના ગામડાઓમાં બસ સેવા શરૂ કરવા માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-22 12:17:05
  • Views : 782
  • Modified Date : 2020-06-22 12:17:05

કોરોના વાઇરસ મહામારીમાં રેલ, હવાઈ, બસ સેવાઓ સંપૂર્ણપણે બંધ કરાયું હતું ત્યારે હવે અનલોક થતા ધીરેધીરે લોકજીવન ધબકતું થઈ રહ્યું છે.  ત્યારે એસ.ટી. સેવા જિલ્લાઓ અને તાલુકા મથકો માટે શરૂ થઈ છે. પરંતુ ગામડાઓમાં હજુ બસ સેવા શરૂ કરાઈ નથી. તો શું ગામડાના લોકોને જ કોરોના વાયરસ અસર કરે છે તેવી લોકોમાં ચર્ચાઓ થતી જાવા મળી હતી.
બનાસકાંઠા જિલ્લામાં એસ.ટી. વિભાગ દ્વારા હાલ કોરોના મહામારીના કારણે  લોકડાઉન-૪ બાદ અનલોક શરૂ થયું છે.  ત્યારે એસ.ટી. સેવાઓ શરૂ કરવાના આદેશ સરકારના ગાઈડલાઈન મુજબ થયો છે. ત્યારે જિલ્લા મથકો અને તાલુકા મથકોએ બસો શરૂ થઈ છે. પરંતુ  ગામડાઓ બસ સેવાથી  વંચિત છે. લાગતા વળગતા અધિકારીઓ સંકલન કરી ગામડાઓમાં પણ બસ સેવા શરૂ થાય તે તબબકે જરૂરી લાગી રહ્યું છે. 

Download Our B K News Today App



Related News