બી.કે.ન્યૂઝ ઈમ્પેકટ યાત્રાધામ ઢીમા બસસ્ટેન્ડ પર એસટી બસ ચાલુ કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-28 11:56:24
  • Views : 537
  • Modified Date : 2019-06-28 11:56:24

સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં નવીન બસસ્ટેન્ડ પર એસટી બસો બંધ કરવામાં આવતાં યાત્રાળુઓમાં ભારે રોષ ફેલાયો હતો. ત્યારે બી.કે.ન્યૂઝ દૈનિક દ્વારા ગ્રામજનો અને યાત્રાળુઓને પડતી મુશ્કેલીઓ દૂર થાય એ માટે અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવતાં આખરે એસટી બસો ગામમાં બનાવેલ બસસ્ટેન્ડ સુધી ચાલુ કરવામાં આવતાં યાત્રાળુઓ સહિત ગ્રામજનોમાં આનંદની લાગણીઓ ફેલાઈ છે.
મળતી વિગતો અનુસાર સુપ્રસિદ્ધ યાત્રાધામમાં દર પૂનમે પાંચ દિવસીય ભવ્ય લોકમેળો ભરાય છે. લાખ્ખો યાત્રાળુઓ

ભગવાનનાં દર્શનાર્થે આવતાં હોય છે. ત્યારે એસટી બસસ્ટેન્ડ પર ખાનગી વાહનોનો ખડકલો હોવાથી બસને વાળવામાં ખુબ જ મુશ્કેલીઓ સર્જાય છે. ત્યારે બુધવારે રાત્રે ઢીમા-મહેસાણા બસ અને આઈડિયા કંપનીની જમીનમાં લાઈનો નાખતું મશીન બન્ને વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્યારે લોકોનાં ટોળેટોળા ઉમટી પડયા હતા. અને સમગ્ર મામલાને થાળે પાડ્‌યો હતો. ત્યારે એસટીના ડ્રાઈવરે જણાવ્યું હતું કે બસો અહીં સુધી લાવવામાં પ્રાઈવેટ વાહનો હોવાથી ખુબ જ મુશ્કેલીઓ સર્જાય છે. ત્યારે વાવ પોલીસ દ્વારા યાત્રાધામ ઢીમા એસટી બસસ્ટેન્ડ પર કાયમી રીતે વોચ રાખવામાં આવે તેવી ગ્રામજનો અને યાત્રાળુઓની માંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News