બુરાલ અને ખીમત વચ્ચે સર્જાયો અકસ્માત- પાંચ લોકો ગંભીર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-20 15:06:41
  • Views : 688
  • Modified Date : 2019-09-20 15:06:41

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવો ચિંતાજનક હદે વધી રહ્યો છે તેની વાત કરવામાં આવે તો એક પછી એક અનેક અકસ્માતો સર્જાય છે. જેમાં અનેક લોકો પોતાની મહામૂલી જિંદગી પણ આવા અકસ્માતોમાં ગુમાવી છે. ત્યારે આવો જ એક અકસ્માત આજરોજ બુરાલ પાસે સર્જાયો હતો. જેમાં બુરાલ સોલંકી પરિવાર પોતાની કમાન્ડર જીપ લઈને ઘર તરફ જઈ રહ્યા હતા તે સમયે સામેથી આવી રહેલ સ્વીફ્ટ ગાડીએ ધડાકાભેર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કમાન્ડર જીપમાં બેઠેલ સોલંકી પરિવારના પાંચ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. જે અકસ્માતની જાણ આજુબાજુના લોકોને પણ થતાં તે લોકો ઘટનાસ્થળે દોડી આવી તાત્કાલિક આ પાંચ લોકોને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની હાલત ગંભીર હોવાને કારણે વધુ સારવાર માટે તેમને પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા. આમ બનાસકાંઠા જિલ્લામાં અવાર નવાર નાના- મોટા અકસ્માતો થાય છે કેટલીકવાર રાતના સમયે મોટા હેવી વાહનોના ગફલતભર્યા ડ્રાઇવિંગના કારણે નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય છે. જેમાં કેટલાય માસૂમ લોકો પોતાની મહામૂલી જિંદગી ગુમાવતા હોય છે. ત્યારે આવા અકસ્માતોને અટકાવવા માટે કોઈ યોગ્ય પગલાં ભરવામાં  આવે તેવી હાલ બનાસકાંઠાવાસીઓની માંગ છે.

Download Our B K News Today App



Related News