કચ્છના ભચાઉ શહેરમાં આખલાઓનો આતંક, આખલા મેડિકલ સ્ટોરમાં ઘૂસી ગયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-28 14:14:23
  • Views : 118
  • Modified Date : 2023-06-28 14:14:23

 ગુજરાતના મોટા ભાગના શહેરમાં આખલાઓનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક વખતા આવો જ એક આખલાઓનો આતંક સામે આવ્યુ છે. કચ્છ જિલ્લાના ભચાઉ શહેરમાં આખલાઓનો આતંક સામે આવ્યો છે. ભચાઉના જય માતાજી ચોક પાસે બે આખલા બાખડયા છે. આખલા મેડિકલ સ્ટોરમાં  ઘૂસી ગયા હતા. આખલાઓના તોફાનના કારણે મેડિકલ સ્ટોર નજીક ઉભેલા એક બાઇક ચાલકને તાત્કાલિક ત્યાંથી ફરાર થઇ જવાની ફરજ પડી હતી. આખલાઓના આતંકની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે.

Download Our B K News Today App



Related News