પાલનપુરના હેબતપુર માં આખલાનો આતંક આખલાએ વૃદ્ધાને અડફેટે લેતા વૃદ્ધાનું નીપજ્યું મોત..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-24 11:32:54
  • Views : 231
  • Modified Date : 2022-04-24 11:32:54

બનાસકાંઠા જિલ્લામાં શહેરી વિસ્તાર તેમજ હાઇવેના માર્ગોપર છેલ્લા ઘણા સમયથી કોઈ સમસ્યા હોય તો તે છે રખડતા ઢોરોની સમસ્યા રખડતાં ઢોરોના કારણે અનેક લોકોએ પોતાની જિંદગી ગુમાવી છે તો અનેક લોકો ઘાયલ પણ થયા છે બનાસકાંઠા જિલ્લાના સ્થાનિક લોકો તેમજ અલગ અલગ સંગઠનો દ્વારા રખડતા ઢોરોને મુક્ત કરવા માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આજદિન સુધી બનાસકાંઠા જિલ્લામાં એક પણ રખડતાં પશુઓને મુક્ત કરાયા નથી. ત્યારે  પાલનપુરના હેબતપુર માં છેલ્લા એક માસ સુધી આખલાઓ એ આતંક મચાવ્યો હતો અને આજરોજ એક આખલાએ 95 વર્ષીય વૃદ્ધા હીરાબા ભાગળીયા ને આખલાએ અડફેટે લીધા હતા આખલાએ ૯૫ વર્ષની વૃદ્ધા હિરાબા ને શિંગડે ચડાવી પછાડતા ૯૫ વર્ષે હીરાબા ભાગળીયા નું કરુણ મોત નિપજ્યું હતું. વૃદ્ધાના મોત બાદ આ ગામના 40 યુવાનો એકઠા થઇ આખરે આખલાને પકડી પાંજરાપોળમાં ખસેડાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો...

Download Our B K News Today App



Related News