ગિફ્ટ સિટીમાં દેશની પહેલી બુલિયન વોલ્ટ સર્વિસિસનો પ્રારંભ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-01 11:15:27
  • Views : 300
  • Modified Date : 2021-01-01 11:15:27

દેશના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (આઇએફએસસી)માં સોના અને ચાંદીના સંગ્રહ માટે સિક્વલ લોજીસ્ટિક્સ દ્વારા પ્રેશિયસ કોમોડિટીઝ વોલ્ટના લોંચ સાથે ગિફ્ટ સિટીમાં બુલિયન વોલ્ટિંગ સર્વિસિસનો પ્રારંભ થયો છે. સિક્વલ લોજીસ્ટિક્સે ગાંધીનગરમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી)માં પ્રેશિયસ કોમોડિટીઝ વોલ્ટની શરૂઆત કરી છે.
ગિફ્ટ સિટીમાં કિંમતી કોમોડિટીઝ માટે સિક્વલના ફ્રી ટ્રેડ એન્ડ વેરહાઉસિંગ ઝોન (એફટીડબલ્યુઝેડ) વોલ્ટથી ભારત અને વિદેશમાં તમામ
કંપનીઓને સરળ, વ્યાપક અને કાર્યક્ષમ સ્ટોરેજ અને લોજીસ્ટિક્સ સોલ્યુશન પ્રદાન કરવામાં મદદ મળી રહેશે, તેમ સિક્વલ લોજીસ્ટિક્સના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શરદ જાેબનપુત્રાએ કહ્યું હતું.
વિદેશી સપ્લાયર્સ, ભારતીય આયાતકારો, બેંકો, બીએસઇ, એનએસઇ, એમસીએક્સ જેવા ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ, જ્વેલરી ઉત્પાદકો અને રિટેઇલર્સ ભારતમાં બુલિયનની આયાત, કસ્ટમ્સ ક્લિઅરન્સ, લાંબાગાળાના સ્ટોરેજ માટે હવે ગિફ્ટ સિટીમાં તેમની વોલ્ટ સુવિધાઓ એક્સેસ કરી શકશે. જાેબનપુત્રાના કહેવા મુજબ કિમતી કોમોડિટીની આયાત અને લાંબાગાળાના સંગ્રહ માટે ભારતીય અને
આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટના ખેલાડીઓ દ્વારા ગિફ્ટ સિટીને ધ્યાનમાં લેવાનો મુખ્ય લાભ મહત્વપૂર્ણ
ઉત્પાદન કેન્દ્રોની તેની ભૌગોલિક નિકટકા, ઇન્વેન્ટરીના સારા મેનેજમેન્ટ, કસ્ટમ ડ્યુટીની ચૂકવણી, ડ્યુટીની વધઘટ સામે સુરક્ષિત લાંબાગાળાનો સંગ્રહ,
પુનઃનિકાસ ઉપર ડ્યુટીમાં છૂટ તથા નીચા
ટ્રાન્ઝેક્શન ખર્ચ વગેરે છે. ગિફ્ટ સિટીના એમડી અને ગ્રુપ સીઇઓ તપન રે એ કહ્યું હતું કે, બેંકિંગ અને ફાઇનાન્સિયલ સર્વિસિસ ક્ષેત્રની કંપનીઓની નોંધપાત્ર સહભાગીતા બાદ ગિફ્ટ સિટી બુલિયન ટ્રેડિંગ ઇકો સિસ્ટમ માટે પણ નોંધપાત્ર પ્લેટફોર્મ બનશે. ગિફ્ટી સિટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ માટેના નિયમોની જાહેરાત સાથે આ સેગમેન્ટમાં ઘણી મોટી કંપનીઓ ગિફ્ટ સિટીમાં પોતાનો બેઝ સ્થાપશે તથા તેના વિશ્વસ્તરીય માળખાનો લાભ લેશે તેવી
અપેક્ષા છે.

Download Our B K News Today App



Related News