2 ફેબ્રુઆરીએ રજૂ થશે ગુજરાતનું બજેટ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-30 16:11:15
  • Views : 76
  • Modified Date : 2023-12-30 16:11:15

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહવાન કર્યું છે. જેથી ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમ્યાન ચાલશે. જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે. જ્યારે કામકાજના કુલ 24 દિવસોમાં કુલ 26 બેઠકો મળશે.વિધાનસભાના ચોથા સત્રને લઈને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી જણાવ્યું હતું કે આગામી 1 ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. જેથી વિધાનસભા બજેટ સત્રને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના ચોથા સત્રમાં બીજી ફેબ્રુઆરીના રોજ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. રાજ્યપાલના સંબોધન ઉપર ત્રણ દિવસ ચર્ચા ચાલશે. ચાર દિવસ બજેટ ઉપર સામાન્ય ચર્ચાઓ થશે. જ્યારે 12 દિવસ વિવિધ વિભાગની માગણીઓ પર ચર્ચા થશે. આમ સમગ્ર ફેબ્રુઆરી માસ દરમ્યાન વિધાનસભા સત્ર ચાલશે.વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની વિધાનસભા હવે ફિઝિકલમાંથી ડિજિટલ બની છે. વિધાનસભા કામગીરી ડિજિટલ રીતે ચાલે તે માટે તમામ ધારાસભ્યોને તાલીમો પણ અપાઈ છે. આ સત્ર દરમિયાન તમામ ધારાસભ્ય તારાંકિત પ્રશ્નો ઓનલાઈન પૂછશે. જે માટેની તાલીમ તેમજ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આગામી વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્યો વધુમાં વધુ ગૃહની કામગીરી ઓનલાઇન માધ્યમથી કરે તે માટેના પ્રયત્નો રહેશે.મહત્વનું છે કે 13 સપ્ટેમ્બરે ગુજરાત ઇ વિધાનસભાનું રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના હસ્તે લોન્ચિંગ થયુ હતુ. ગુજરાત વિધાનસભાનું કામ પેપરલેસ થયુ છે.દરેક ધારાસભ્યને 2 ટેબ્લેટ આપવામાં આવશે. જેમાંથી એક ટેબ્લેટ ધારાસભ્ય પોતાની સાથે રાખી શકશે. ગૃહની તમામ કામગીરીને ટેબ્લેટ દ્વારા સંચાલિત કરાશે. એટલે કે ગૃહની તમામ માહિતી આંગળીના ટેરવે મળશે. વિધાનસભા અધ્યક્ષનો દાવો છે કે ભવિષ્યમાં નાગરિકો પોતાના પ્રશ્નોની સીધી સરકારમાં રજૂઆત કરી શકાશે.ઇ-વિધાનસભા દ્વારા ફાયદો એ થશે કેવિધાનસભાની કામગીરી સંપૂર્ણપણે પેપરલેસ થઇ જશે. ગૃહનું સંપૂર્ણ કામકાજ ટેબલેટ દ્વારા થશે. વિધાનસભાનો તમામ ડેટા સ્ટોર કરવામાં મદદ મળશે.

Download Our B K News Today App



Related News